- ગુજરાત યુનિવર્સિટીના એક લાખ વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર છે.
- 25 જૂનથી લેવાનાર પરીક્ષાઓ પાછી ઠેલવામાં આવી છે.
- પરીક્ષાઓ હવે 10 જૂલાઇ બાદ લેવામાં આવશે.
- 2 તબક્કામાં યોજાનાર પરીક્ષાની શરૂઆત 10 જૂલાઇ બાદ થશે.
- ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર છે.
- જોકે , ફાઇનલ તારીખો એકેડેમિક કાઉન્સિલની બેઠકમાં નક્કી કરવામાં આવશે.
- અંતિમ વર્ષના વિદ્યાર્થી અને અનુસ્નાતક (PG) વિદ્યાર્થીઓની જ પરીક્ષા લેવામાં આવશે.
- તથા સેમેસ્ટર 2 અને 4ના વિદ્યાર્થીઓને મુલ્યાંકનના આધારે આગળ પ્રવેશ આપવામાં આવશે.
- પરીક્ષામાં ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને પોતાના વતન નજીકનું સેન્ટર મળે તે માટે વ્યવસ્થાઓ કરવામાં આવશે.
- ઉલ્લેખનીય છે કે ,ગુજરાત યુનિવર્સિટીમાં પરીક્ષા અને પ્રવેશ મામલે મહત્વની બેઠક યોજાઈ હતી.
- તેમાં ઉચ્ચ શિક્ષણ વિભાગના અગ્ર સચિવ સાથે ચર્ચા કરવામાં આવી હતી.
- ચર્ચા દરમિયાન યુનિવર્સિટીના ડિન અને સિન્ડિકેટ સભ્યો બેઠકમાં હાજર રહ્યા હતા.
- તેમજ આ બેઠકમાં પ્રવેશ અને પરીક્ષાના આયોજન મુદ્દે કેટલાક મહત્વના નિર્ણય લેવાયા છે.
- આ પણ વાંચો: અરવલ્લી: ભારે પવન સાથે વરસાદ આવતાં બાજરીના પાકને નુકસાન.
- આદુના આ નુસખાઓ કરશે શરીરની તકલીફો દૂર.
- ગુજરાતમાં લિકર-શોપના પરમિટ હોલ્ડર્સ તથા નશા પ્રેમીઓ માટે ઉગ્યો સોનાનો સુરજ.
- તેની સાથે જ રાજ્યની બીએડ કોલેજોને લઇ શિક્ષણ વિભાગે નિર્ણય કર્યો છે.
- 39 સરકારી-ગ્રાન્ટેડ બીએડ કોલેજોને ટીચર્સ યુનિવર્સિટીમાં ભેળવવામાં આવી છે.
- શૈક્ષણિક વર્ષ 2020-21થી બીએડ કોલેજો ટીચર્સ યુનિવર્સિટી સંલગ્ન થશે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News