Monal Gajjar
ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની બહેતરીન એક્ટ્રેસ મોનલ ગજ્જર (Monal Gajjar) ‘બિગ બોસ તેલુગુ’ ભાગ લેશે. તો આ સાથે જ મોનલે તેનાં ફેન્સને તેને વોટ આપવા અપીલ કરી છે. મોનલ ગજ્જર તેની સુપર હિટ ફિલ્મ ‘રેવા’ થી જાણીતી થઇ છે. તેમજ આ ફિલ્મને ગુજરાતી શ્રેષ્ઠ ફિચર ફિલ્મનો નેશનલ એવોર્ડ પણ એનાયત થયો છે.
મોનલ ગજ્જરે (Monal Gajjar) સાઉથમાં પણ ઘણી ફિલ્મો આપી છે તથા તે તેલુગુ ભાષા પણ સુંદર રીતે બોલી શકે છે. જો કે, બિગ બોસનાં ઘરમાં એન્ટર કરનારી મોનલ સૌથી પહેલી સેલિબ્રિટી હતી.
તમને જણાવવાનું કે, મોનલ ગજ્જર (Monal Gajjar) જ્યારે બિગ બોસ તેલુગુનાં ઘરમાં ગઇ ત્યારે તે પહેલી સેલિબ્રિટી હતી. એટલું જ નહીં પરંતુ તે ઘરમાં એન્ટર થતા જ ભાવૂક થઇ ગઇ હતી. તથા તેની આંખોમાં આંસુ આવી ગયા હતાં. હવે જોવું એ રહેશે કે મોનલ આ ઘરમાં કેટલો સમય રહે છે.
- Metro: અમદાવાદ મેટ્રો ટ્રેનની સુવિધા આજથી શરૂ,આ સમય રહેશે ટ્રેનનો
- ટૂંકું ને ટચ: કેન્દ્ર સરકાર દ્વારા નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 કરી જાહેર
આ ઉપરાંત બિગબોસ ઘરમાં એન્ટ્રી કરતાં પહેલાં તેણે શોનાં હોસ્ટ નાગાર્જૂન સાથે વાતો કરી હતી. જેમાં તેણે તેની ફર્સ્ટ સેલરી અને પિતા વિશે વાત કરી હતી.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.