હાર્દિક અને રાહુલને ટીવી શોમાં મહિલા વિરુદ્ધ આપત્તિજનક ટિપ્પણી કરવા બદલ 20-20 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો. જાણો સમગ્ર ઘટના.
- ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા રચાયેલ લોકપાલ કમિટીએ હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલ પર એક ટીવી શોમાં મહિલા વિરુદ્ધ આપત્તિજનક ટિપ્પણી કરવા બદલ 20-20 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
- આ રકમ 4 સપ્તાહમાં જમા કરાવવી પડશે.
- બીસીસીઆઇ લોકપાલ અનુસાર, બન્ને ખેલાડી એક-એક લાખ રૂપિયા 10 શહીદ પેરા મિલિટ્રી ફોર્સના કોન્સ્ટેબલની ફેમિલીને આપશે.
- જ્યારે આટલાં જ પૈસા બ્લાઇંડ ક્રિકેટ માટે આપશે.
જાણો સમગ્ર ઘટના.
- પંડ્યા અને રાહુલે બોલિવૂડ ફિલ્મ નિર્દેશક કરન જોહરના શો ‘કોફી વિથ કરન’માં મહિલાઓને લઇને આપત્તિજનક ટિપ્પણી કરી હતી.
- ત્યારબાદ તેમના પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો.
- બન્ને ખેલાડી 5 વનડે મેચ નહોતા રમ્યા અને ઓસ્ટ્રેલિયાના પ્રવાસ દરમિયાન તેમને પરત ભારત મોકલવામાં આવ્યા હતા.
- આ બાદ હાર્દિક અને રાહુલે આ સમગ્ર મામલે માફી માગી હતી.