- નિર્ભયા ગેંગરેપ કેસમાં દોષી પવન ગુપ્તાની અપીલ દિલ્હી હાઈકોર્ટે ફગાવી દીધી છે.
- કોર્ટે પવન ગુપ્તાના વકીલ પર આવી અરજી કરવાના મુદ્દે પણ દંડ ફટકાર્યો છે.
- અરજીમાં પવન ગુપ્તાએ કહ્યું હતું કે, ઘટના સમયે હું સગીર હતો તેથી મારી સાથે કાયદામાં તે પ્રમાણે વર્તવામાં આવે.
- જસ્ટિસ સુરેશ કુમાર કૈતે દોષી વકીલ એપી સિંહ પર કોર્ટની સાથે આવી રમત કરવા માટે રૂ. 25 હજારનો દંડ કર્યો છે.
- આ પહેલાં સુનાવણી દરમિયાન વકીલે નવા દસ્તાવેજો સોંપવા કોર્ટ પાસે સમય માંગ્યો હતો.
- જે વિશે કોર્ટે તેમને મંજૂરી પણ આપી હતી.
- તમને જણાવીએ કે પવન ગુપ્તાની અરજી પર આજે પહેલાં સુનાવણી પાછી ઠેલી દેવામાં આવી હતી.
- આ પહેલાં દિલ્હી હાઈકોર્ટ 24 જાન્યુઆરીએ સુનાવણી કરવાનો નિર્ણય કર્યો હતો.
- પરંતુ નિર્ભયાના વકીલ દ્વારા કરવામાં આવેલી અરજી પછી દિલ્હી હાઈકોર્ટે તેમનો નિર્ણય પરત લીધો છે અને હવે આ કેસની સુનાવણી આજે જ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
- પવને દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરીને પોતાની જાતને સગીર ગણાવ્યો હતો.
- અરજીમાં પવને કહ્યું છે કે, 2012માં તે સગીર હતો અને તેથી તેની સાથે સગીર ન્યાય કાયદા પ્રમાણે વર્તવામાં આવે.
- નિર્ભયા ગેંગરેપ કેસમાં ફાંસીની સજા મેળવેલા પવન ગુપ્તાએ તેની અરજીમાં દાવો કર્યો છે કે, તે ડિસેમ્બર 2012માં થયેલી ઘટના સમયે સગીર હતો અને ટ્રાયલ કોર્ટે તેની સામે ખોટી રીતે કાર્યવાહી કરી છે.
- અરજીમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, ટ્રાયલ કોર્ટે એક સગીર તરીકેના તેના અધિકારોનું હનન કર્યું છે.
- તે સમયે તપાસ અધિકારીએ ઉંમરની તપાસ માટે મેડિકલ ચેકઅપ પણ નહતું કરાવ્યું. જોકે તેને જુવેનાઈલ જસ્ટિસ એક્ટ અંતર્ગત શંકાનો લાભ આપવામાં આવ્યો હતો.
- નિર્ભયા ગેંગરેપ કેસમાં ચાર દોષિતોને દયાની અરજી દાખલ કરવા માટે સાત દિવસનો સમય મળ્યો છે.
- પટિયાલા હાઉસ કોર્ટે બુધવારે સુનાવણી દરમિયાન તિહાર જેલ પ્રશાસનને નોટિસ જાહેર કરવા કહ્યું છે.
- આ નોટિસમાં દોષિતોને સાત દિવસ સુધીનો સમય આપવામાં આવ્યો છે. જેમાં તેઓ તેમની દયાની અરજી દાખલ કરી શકે છે.
- હવે આ મામલે 7 જાન્યુઆરીએ સુનાવણી કરવામાં આવશે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.