- તમિલનાડુ ના કોઇમ્બતૂર થી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.
- એક 13 વર્ષની બાળકીના પેટમાંથી અડધો કિલો વાળ અને શેમ્પૂના ખાલી પાઉચ ઑપરેશન કરી બહાર કાઢવામાં આવ્યા છે.
- ધોરણ-7માં ભણનારી બાળકીને ઘણા દિવસથી પેટમાં દુખાવાની ફરિયાદ હતી. દુખાવો વધતાં પરિજનોએ તેને હૉસ્પિટલમાં દાખલ કરી હતી.
- ડૉક્ટરોને શરૂઆતમાં લાગ્યું કે આ સામાન્ય દુખાવો છે.
- ડૉક્ટરોએ કેટલાક ટેસ્ટ કરાવ્યા. જેમાં બાળકીના પેટનું સ્કેનિંગ કરવામાં આવ્યું તો તેમાં દડા જેવા આકારની એક વસ્તુ જોવા મળી. ત્યારબાદ ડૉક્ટરોએ ઑપરેશન કર્યું. ઑપરેશનમાં બાળકીના પેટમાંથી અડધો કિલો વાળ અને શેમ્પૂના ખાલી પાઉચ બહાર કાઢવામાં આવ્યા હતા.
- હૉસ્પિટલના ચેરમેન વી.જી. મોહનપ્રસાદે જણાવ્યું કે પહેલા અમે એન્ડોસ્કોપી દ્વારા પેટમાં દડા જેવી વસ્તુ બહાર કાઢવાનો નિર્ણય કર્યો પરંતુ જ્યારે સફળતા ન મળી ત્યારે ઑપરેશન કરવામાં આવ્યું.
- ડૉક્ટરોના જણાવ્યા મુજબ, બાળકી નજીકના સંબંધીના મોતથી માનસિક રીતે ઘણી પરેશાન થઈ ગઈ હતી. તેના કારણે તે વાળ અને શેમ્પૂના ખાલી પાઉચ જેવી વસ્તુઓ ખાવા લાગી. તેના કારણસર તેના પેટમાં દુખાવો થવા લાગ્યો.
- ડૉક્ટર્સના જણાવ્યા મુજબ બાળકી હાલમાં સમગ્રપણે સ્વસ્થ અને તંદુરસ્ત છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News