Heavy Rain
- છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ (heavy Rain) ખાબકી રહ્યો છે
- એમાં પણ સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે.
- રવિવારે દેવભૂમિ દ્વારકાના જામખંભાળિયામાં આભ ફાટ્યું હતું.
- જામખંભાળિયામાં ફક્ત બે જ કલાકમાં 12 ઈંચ જેટલો વરસાદ (heavy Rain) ખાબક્યો હતો.
- અને 8 કલાકમાં 18 ઈંચ વરસાદ ખાબક્યો હતો.
- ધોધમાર વરસાદને લઈને જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું હતું.
- જામખંભાળિયામાં જોત જોતામાં એટલે કે બે કલાકમાં અનરાધાર 12 ઈંચ વરસાદ (heavy Rain) તુટી પડ્યો હતો.
- જેને કારણે દુકાનો, મકાનો સહિતના નીચાણવાણા વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા હતાં.
- ભારે વરસાદને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
- તો આ સાથે કલ્યાણપુરમાં 9 અને દ્વારકામાં 7 ઇંચ વરસાદ પડ્યો છે.
- જ્યારે ભાણવડ-વિસાવદર-કુતિયાણામાં 6 ઇંચ અને સુત્રાપાડામાં 5 ઇંચ વરસાદ નોંધાયો છે.
- તેમજ મેંદરડા-માણાવદરમાં 5-5 ઇંચ, ચીખલી, પારડી, વંથલી, વાપી અને જૂનાગઢમાં 4-4 ઇંચ અનરાધાર ભારે વરસાદ (heavy Rain) નોંધાયો છે.
- તથા વલસાડ અને કપરાડામાં પોણા 4 ઈંચ, જલાલપોર, ગીર ગઢડા, ગણદેવી, ખાંભામાં 3.5 ઈંચ વરસાદ, કેશોદ અને નવસારીમાં સવા 3 ઈંચ વરસાદ, બગસરા, તલાળા અને ધોરાજીમાં 3 ઈંચ વરસાદ, કાલાવડ, ટંકારા, ધારીમાં પોણા 3 ઈંચ વરસાદ, ચોર્યાસી, રાજુલા, વાલપુર, વાંકાનેર, ઉના, ભિલોડામાં 2.5 ઈંચ વરસાદ (rain) પડ્યો છે.
- આ ઉપરાંત ઉમરગામ, સાવરકુંડલા, વેરાવળ, જામજોધપુર, ધ્રોલ, પલસાણા, જાફરાબાદ, કોડિનારમાં સવા 2 ઈંચ અને ખેરગામ, અમરેલી, ચૂડા, સાયલામાં 2 ઈંચ વરસાદ નોંધાયો છે.
- દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અનેક વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી.
- કેટલાક સ્થળોએ કાચા મકાનોની દિવાલો અને વૃક્ષો ધરાશાયી થયા હતા.
- સાંજે 6 થી 8 વાગ્યા વચ્ચે જ આભ ફાટયું હોય એમ બે કલાકમાં ખંભાળિયાનાં ગ્રામ્ય વિસ્તારોમાં 12 ઇંચ વરસાદ પડી ગયો હતો.
- આ જગ્યાએ આટલો વરસાદ નોંધાયો।
ખંભાળિયા | 18 ઈંચ |
રાણાવાવ | 8 ઈંચ |
મોટી પાનેલી | 7 ઈંચ |
પોરબંદર | 7 ઈંચ |
ગિરનાર | 6 ઈંચ |
કલ્યાણપુર | 5 ઈંચ |
કુતિયાણા | 5 ઈંચ |
માણાવદર | 4.5 ઈંચ |
વિસાવદર | 4.5 ઈંચ |
સૂત્રપાડા | 4 ઈંચ |
જાફરાબાદ | 4 ઈંચ |
વલસાડ | 4 ઈંચ |
પારડી | 4 ઈંચ |
મેંદરડા | 4 ઈંચ |
વાપી | 3.2 ઈંચ |
જૂનાગઢ | 3 ઈંચ |
કપરાડા | 3 ઈંચ |
ગીરગઢડા | 3 ઈંચ |
માળિયા | 3 ઈંચ |
ખાંભા | 3 ઈંચ |
દીવ | 3 ઈંચ |
ખાંભા | 3 ઈંચ |
ધારી | 2.5 ઈંચ |
વાંકાનેર | 2.5 ઈંચ |
- Crime branch એ આ મહિલા PSI વિરુદ્ધ ગુનો નોંધ્યો, જાણો કેમ?
- Ahmadabad : પતિને નોકરીએ વળાવવું પત્નીને ભારે પડ્યું, જાણો કેમ?
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Helo :- Follow
- Sharechat :- Follow
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News