- અંગ્રેજી અખબાર ‘ધ ટાઇમ્સ ઑફ ઈન્ડિયા’ના અહેવાલ મુજબ, ગુરુવારે મહિલા વેટનરી ડૉક્ટરનો DNA રિપોર્ટ આવી ગયો.
- રિપોર્ટ આવ્યા બાદ એ પુરવાર થઈ ગયું છે કે સળગેલી લાશ મહિલા ડૉક્ટરની જ હતી અને તેના પરિજનો સાથે DNA મૅચ થાય છે.
- DNA તપાસથી એ વાતની પણ પુષ્ટિ થઈ ગઈ છે કે ઘટનાસ્થળે મળી આવેલી સેમિનલના ડાઘ ચાર આરોપીઓના જ હતા. મહિલા ડૉક્ટરની લાશના હાડકાઓને DNA તપાસ માટે મોકલવામાં આવ્યા હતા.
- આ ઉપરાંત પીડિતાના કપડા પરથી સેમિનલ સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા.
- કહેવામાં આવી રહ્યું છે કે તપાસ અધિકારીઓ વધુ રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે.
- હૈદરાબાદના સાઇબરાબાદ ટૉલ પ્લાઝાની પાસે એક મહિલાની અડધી સળગેલી લાશ મળી હતી. મહિલાની ઓળખ એક વેટનરી ડૉક્ટર તરીકે થઈ હતી.
- પોલીસના જણાવ્યા મુજબ, મહિલાની ગેંગરેપ બાદ હત્યા કરવામાં આવી હતી, બાદમાં લાશને પેટ્રોલ છાંટીને સળગાવીને ફ્લાઇઓવરની નીચે ફેંદી દીધી હતી.
- ઘટનામાં સામેલ ચારેય આરોપીઓની ઓળખ મોહમ્મદ પાશા, નવીન, ચિંતાકુંતા કેશાવુલુ અને શિવા તરીકે થઈ હતી.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News