રાહુલ ગાંધીએ ઝારખંડની રેલીમાં કેન્દ્ર સરકારના મેક ઇન ઈન્ડિયા પ્રોજેક્ટની મજાક ઉડાવી હતી.
  • દેશભરમાં વધી રહેલી દુષ્કર્મ ની ઘટનાઓ વિશે કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બીજેપી પર આકરા હુમલા કર્યા.
  • તેઓએ કહ્યુ કે ‘મૅક ઇન ઈન્ડિયા’નો પ્રોજેક્ટ હવે ‘રૅપ ઇન ઈન્ડિયા’ બની ગયો છે.
  • તેઓએ આ વાતો ગુરુવારે ઝારખંડમાં એક ચૂંટણી રેલીમાં કહી.
  • તેમના આ નિવેદન પર લોકસભા માં જોરદાર હોબાળો થયો અને મહિલા તથા બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાની એ રાહુલ ગાંધીને માફી માંગવા માટે કહ્યું.
  • આ સમગ્ર ઘટનાક્રમ પર ભારતીય જનતા પાર્ટીએ એક વીડિયો ટ્વિટ કર્યો છે. આ વીડિયોમાં રાહુલ ગાંધી કહી રહ્યા છે કે- તમે જ્યાં પણ જુઓ, દેશમાં નરેન્દ્ર મોદીએ કહ્યુ હતું મેક ઇન ઈન્ડિયા…કહ્યું હતું ને…તમે જ્યાં પણ જુઓ…મેક ઇન ઈન્ડિયા નહીં ભાઈ….રૅપ ઇન ઈન્ડિયા…રૅપ ઇન ઈન્ડિયા જ્યાં પણ જુઓ.

  • આ પહેલો પ્રસંગ નથી કે જ્યારે રાહુલ ગાંધીએ મેક ઇન ઈન્ડિયાની મજાક ઉડાવી હોય.
  • આ પહેલા વર્ષ 2016માં લોકસભામાં પણ રાહુલે મેક ઇન ઈન્ડિયાના સહારે બીજેપી સરકાર અને પીએમ મોદી પર કટાક્ષ કર્યો હતો.
  • ત્યારબાદ પીએમ મોદીએ નારાજગી વ્યક્ત કરી હતી. આ ઉપરાંત રાહુલ ગાંધી અનેકવાર રેલીઓમાં પણ મેક ઇન ઈન્ડિયા પર મજાક કરી ચૂક્યા છે.
  • સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીને માફી માંગવા કહ્યું છે. તેઓએ કહ્યું કે રાહુલે દેશની મહિલાઓનું અપમાન કર્યું.
  • સ્પીકર ઓમ બિરલાની હાજરીમાં સ્મૃતિએ કહ્યું કે, ઈતિહાસમાં આવું પહેલીવાર થયું છે કે કોઈ નેતા એવું કહી રહ્યો છે કે ભારતીય મહિલાઓની સાથે બળાત્કાર થવા જોઈએ.
  • શું રાહુલ ગાંધીને દેશના લોકોને આવો સંદેશ આપવા માંગે છે?

  • રાહુલ ગાંધીએ રૅપ ઇન ઈન્ડિયા નિવેદન પર માફી માંગવાનો ઇન્કાર કરી દીધો છે.
  • રાહુલે કહ્યુ કે બીજેપી આ મુદ્દો પૂર્વોત્તરમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનને દબાવવા માટે ઉઠાવી રહ્યું છે.
  • તેઓએ કહ્યુ કે બીજેપી શાસિત રાજ્યોમાં બળાત્કારની ઘટનાઓ સતત વધી રહી છે અને ઉન્નાવમાં તો તેમના ધારાસભ્ય જ આ મામલામાં આરોપી છે.
  • રાહુલે કહ્યુ કે, મારી પાસે એક ક્લિપ છે જેમાં નરેન્દ્ર મોદીજી દિલ્હીને રૅપ કૅપિટલ કરી રહ્યા છે.
  • હું તેને ટ્વિટ કરીશ જેથી વધુ લોકો તેને જોઈ શકે. પૂર્વોત્તરથી ધ્યાન હટાવવા માટે તેને બીજેપીએ મુદ્દો બનાવી દીધો.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024