• લોકસભા ચૂંટણી દરમિયાન બીજેપી એ પોતાના ઘોષણા પત્રમાં જે વાયદોનો ઉલ્લેખ કર્યો હતો તેમાંથી ત્રણ વાયદાઓને તેમણે સાત મહિનાની અંદર પૂરા કરી દીધા છે.
  • મોદી સરકારે પોતાના બીજા કાર્યકાળ દરમિયાન જમ્મુ-કાશ્મીરથી આર્ટિકલ-370 હટાવવા, નાગરિકતા સંશોધન બિલ અને ત્રણ તલાક ની વિરુદ્ધ કાયદો બનાવવાનો વાયદો કર્યો હતો.
  • આ ત્રણેય વાયદાને પૂરા કર્યા બાદ હવે મોદી સરકાર ટૂંક સમયમાં સમાન નાગરિક સંહિતા બિલ અને જનસંખ્યા નિયંત્રણ કાયદા પર કામ શરૂ કરવા જઈ રહી છે.
  • રાજ્યસભામાં નાગરિકતા સંશોધન બિલ પર ચર્ચા કરતાં ગૃહ મંત્રી અમિત શાહ એ કહ્યુ કે મોદી સરકારે પોતાના ઘોષણા પત્રમાં આ બિલની વાત કહી હતી. તેઓએ કહ્યુ કે અનેક લોકો અમારી ઉપર વોટ બેંકની રાજનીતિનો આરોપ લગાવી રહ્યા છે પરંતુ હું તેમને જણાવવા માંગું છું કે ચૂંટણી ઘોષણા પત્ર સરકારની નીતિઓનું ઉદ્ઘોષણા હોય છે.
  • જનતા ચૂંટણી ઘોષણા પત્ર પર વિશ્વાસ મૂકીને સરકાર ચૂંટે છે.
  • ગૃહ મંત્રી અમિત શાહે કહ્યુ કે ચૂંટણી પહેલા જ અમે જનતાની સામે નાગરિકતા સંશોધન બિલ લાવવાનો પ્રસ્તાવ રાખ્યો હતો, જેને જનતાએ પોતાનું સમર્થન આપ્યું. તેઓએ કહ્યુ કે જનાદેશથી વિશેષ બીજું કંઈ ન હોઈ શકે. જોકે, ગૃહ મંત્રીના રાજ્યસભામાં આપેલા આ નિવેદન બાદ કૉંગ્રેસ નેતા આનંદ શર્માએ આપત્તિ વ્યક્ત કરી અને કહ્યુ કે કોઈ પણ પાર્ટીનો ઘોષણા પત્ર બંધારણથી ઉપર ન હોઈ શકે. તેઓએ કહ્યુ કે અમે પણ લોકોએ પણ બંધારણના શપથ લીધા છે અને બંધારણ સર્વોપરી છે.
  • મોદી સરકાર એ પોતાના ચૂંટણી ઘોષણા પત્રમાં આપેલા વાયદાઓમાં ત્રણ વાયદા પૂરા કરી લીધા છે.
  • હવે તમામની નજર સમાન નાગરકિતા કાયદા પર ટકેલી છે.
  • બીજેપી એ પોતાના ચૂંટણી ઘોષણા પત્રમાં સમાન નાગરિકતા કાયદાનો પણ ઉલ્લેખ કર્યો હતો.
  • બીજેપીએ ઘોષણા પત્રમાં કહ્યું હતું કે જ્યાં સુધી ભારતમાં સમાન નાગરિક સંહિતાને અપનાવી નહીં લેવામાં આવે ત્યાં સુધી લેંગિક સમાનતા કાયમ ન હોઈ શકે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024