- ભાજપ અધ્યક્ષ અમિત શાહે મંગળવારે પશ્ચિમ બંગાળના ઘાટાલમાં જનસભા કરી.
- આ દરમિયાન તેઓએ જય શ્રીરામ કહેવાને લઈને મુખ્યમંત્રી મમતા બેનર્જી પર નિશાન સાધ્યું.
- અમિત શાહે કહ્યું મમતા રાજ્યમાં લોકોને જય શ્રીરામ નથી બોલવા દેતી, જે ચોંકાવનારું છે કે ભારતમાં રામનું નામ નહીં લેવામાં આવે તો શું પાકિસ્તાનમાં જયશ્રી રામ બોલીશું.
- ભગવાન રામ દેશની સંસ્કૃતિનો ભાગ છે, તેમનું નામ લેવાથી કોઈ જ રોકી ન શકે.
- હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો. જે પશ્ચિમ મિદનાપુરનો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. આ વીડિયોમાં મમતા બેનર્જી પોતાની કાર રોકીને જય શ્રીરામ કહેનારાઓને ખીજાતી હોવાનું જોવા મળે છે.
અમિત શાહે કહ્યું મમતા નરેન્દ્ર મોદીને PM ન માને તો તેમાં કંઈ ફરક નથી પડતો, તેઓ પાંચ વર્ષ માટે ફરી PM બનશે ભાજપ અધ્યક્ષનો દાવો છે કે તેમની પાર્ટી બંગાળની 42 સીટમાંથી 23થી વધુ બેઠક જીતશે