ICMR
હજી પણ ભારત સહિત આખી દુનિયા કોરોના સામે જંગ લડી રહી છે. આ સંજોગોમાં દુનિયા પર બીજા એક ચીની વાયરસનું જોખમ ઉભુ થયું છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે કેટ ક્યુ નામનો ચીની વાયરસ ભારતમાં ફેલાઇ શકે છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ વાયરસના કારણે માણસોમાં તાવ, મેનિંજાઇટિસ તેમજ બાળકોમાં ઇન્સેફ્લાઇટિસ જેવી બિમારો થઇ શકે છે. ICMRના પુણે સ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ વાયરોલોજીના સાત સંશોધકોએ જણાવ્યું કે ચીન અને વિએતનામમાં ક્યેલેક્ટસ મચ્છરો અને ભૂંડમાંથી કેટ ક્યુ વાયરસ મળી આવ્યો હોવાની વાત સામે આવી છે.
આ પણ જુઓ : ગુજરાતની 8 સહિત 11 રાજ્યોમાં વિધાનસભાની 3 નવેમ્બરે ચૂંટણી
સંસ્થાએ જણાવ્યું કે આ વાયરસ મૂળ રુપે ભૂંડમાં જોવા મળે છે. ચીનમાં પાલતુ ભૂંડમાં આ વાયરસ સામેના એન્ટીબોડી મળ્યા છે. જેનો અર્થ એવો થાય છે કે આ વાયરસ ચીનમાં પોતાના પ્રકોપ બતાવી રહ્યો છે. ઇન્ડિયન જર્નલ ઓફ મેડિકલ રિસર્ચમાં પ્રકાશિત એક સંશોધન પ્રમાણે આ વાયરસના ભારતમાં ફેલાવાનું જોખમ પણ રહેલું છે.
આ પણ જુઓ : માજી સૈનિકો અને સ્વર્ગસ્થ માજી સૈનિકોની ધર્મપત્ની તથા સંતાનોને ઉચ્ચ અભ્યાસ માટે શિષ્યવૃત્તિ અપાશે
સંશોધકોએ ચેતવણી આપી છે કે ભારતમાં પણ ક્યુલેક્ટસ મચ્છરોમાંથી આ પ્રકારનો વાયરસ મળ્યો છે. વિજ્ઞાનીઓએ વિવિધ રાજ્યોમાંથી 883 લોકોના નમુના લીધા હતા. ત્યારબાદ તેમાંથી બે લોકોની અંદર આ વાયરસ સામેના એન્ટીબોડી મળી આવ્યા છે. તપાસમાં જાણવા મળ્યું કે બંને લોકોને એક સમયે જ વાયરસનો ચેપ લાગ્યો છે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.