Japan

જાપાન (Japan) દેશની સરકારે અત્યારે એક મોટી જાહેરાત કરી છે કે, તમે લગ્ન કરશો તો સરકાર તરફથી તમને 4.20 લાખ રૂપિયા મળશે. આ રૂપિયા એટલા માટે આપવામાં આવી રહ્યા છે જેથી તમે તમારા લગ્ન જીવનની સારી શરૂઆત કરી શકો.

અહીની સરકાર તેવા લોકોને પૈસા આપશે જે પૈસા નહી હોવાના કારણે લગ્ન નથી કરી શકતા. કારણ કે જાપાનમાં જન્મનો દર ચિંતાનો વિષય છે. તેથી હવે અહીં નવવિવાહિતો પોતાનું જીવન શરૂ કરતા માટે સરેરાશ 4.2 લાખ રૂપિયા આપવામાં આવે.

તેના માટે તેમને જાપાન (Japan) નાં નવવિવાહિત સહાયતા કાર્યક્રમમાં હિસ્સો લેવો પડશે. જો કે, સહાની સ્કીમ આગામી વર્ષે એપ્રીલથી શરૂ કરવામાં આવશે. તમે લગ્ન માટે તેમની સ્કીમમાં તમારૂ નામ નોંધાવી શકો અને પાત્રકા અનુસાર તેમની પાસેથી પૈસા પણ લઇ જઇ શકો છો.

જાપાનીઓ મોડા લગ્ન કરવા અથવા અવિવાહિત રહેવાનું પસંદ કરે છે. પરંતુ જેના કારણે દેશનો જન્મદર પ્રભાવિત થાય છે. તેને યોગ્ય કરવા માટે સરકાર દ્વારા આ સ્કીમ લોન્ચ કરવામાં આવી છે. જાપાન (Japan) ની સરકારના મંત્રીમંડળના કાર્યાલયના સુત્રો અુસાર સરકાર દેશમાં લગ્નનો દર વધારવા માટે આ સ્કીમ ચલાવશે. તેમજ મહત્તમ લોકો આ સ્કીમનો લાભ ઉઠાવે તેવા પ્રયાસો પણ કરશે. 

જો કે, આ સ્કીમનો લાભ ઉઠાવવા પતિ પત્નીની ઉંમર 40 વર્ષથી ઓછી હોવી જોઇએ. કુલ આવક 28 લાખ રૂપિયાથી ઓછી હોવી જોઇએ. તો જ તેઓ આ સ્કીમનો લાભ ઉઠાવી શકશે. 35 વર્ષની ઉંમરના લોકો માટે નિયમ થોડા અલગ હશે. 

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024