લાલ કિલ્લા પરથી દેશને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે અમારા દેશમાં 12 વર્ષમાં એર વાર નીલકુરીંજનું પુષ્પ ઉગે છે. આ વખતે આ પુષ્પ તિરંગાના અશોકચક્રની જેમ ઉગ્યા છે.
દેશને આજે આઝાદ થયાના 71 વર્ષ પુરા થઇ ગયા છે. આજે 72મો સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી ત્રિરંગાને ફરકાવ્યો હતો. પીએમ મોદી પાંચમી વખત ધ્વજ વંદન કર્યું છે. પીએમે ત્રિરંગો ફરકાવતા પહેલા રાજઘાટ પહોંચીને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રધ્ધાંજલિ આપી હતી. 2019ના લોકસભા ચૂંટણીના પ્રચાર પહેલા પીએમ મોદીનું છેલ્લું ભાષણ છે. પીએમે પોતાના ભાષણમાં બે મોટી જાહેરાત કરી છે. પહેલી 2022 સુધી હિંદુસ્તાન અંતરિક્ષમાં માનવસહિત ગગનયાન મોકલશે અને ત્યાં તિરંગો લહેરાવશે. બીજી એ કે 25 સપ્ટેમ્બર 2018ના રોજ પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જયંતી પર દેશમાં આયુષ્યમાન ભારત યોજના લાગુ થશે. 2019ની લોકસભા ચૂંટણી પહેલા પીએમ મોદીનું આ લાલ કિલ્લા પરથી છેલ્લું ભાષણ છે.
લાલ કિલ્લા પરથી દેશને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે અમારા દેશમાં 12 વર્ષમાં એર વાર નીલકુરીંજનું પુષ્પ ઉગે છે. આ વખતે આ પુષ્પ તિરંગાના અશોકચક્રની જેમ ઉગ્યા છે. તેમણે કહ્યું, આજે દેશની ઘણા રાજ્યોની દીકરીઓએ સાત સમંદર પાર કરીને બધાને તિરંગાના રંગમાં રંગી નાંખ્યાં છે. તેમણે કહ્યું કે આજે આપણે આઝાદીનો પર્વ તે સમયે ઉજવી રહ્યાં છે જ્યારે આદિવાસી બાળકોએ એવરેસ્ટ પર તિરંગો લહેરાવ્યો છે.
વડાપ્રધાન મોદીએ ISRO અને દેશના વૈજ્ઞાનિકોની સફળતાઓની પ્રશંસા કરતા નજીકના ભવિષ્યની યોજનાનો ખુલાસો કર્યો હતો. મોદીએ કહ્યું, “આજે મને એ વાતનો આનંદ છે કે આ પવિત્ર અવસર પર મને દેશને ખુશખબર આપવાનો મોકો મળ્યો છે. વર્ષ 2022, એટલે કે આઝાદીના 75માં વર્ષે અને જો શક્ય બનશે તો તેના પહેલા જ ભારતમાતાનું કોઈ સંતાન પુત્ર કે પુત્રી અંતરિક્ષમાં જશે. તેના હાથમાં ત્રિરંગો હશે. તેની સાથે જ આપણો દેશ અંતરિક્ષમાં મનુષ્ય મોકલનાર ચોથો દેશ બની જશે. આઝાદીના 75 વર્ષ પૂરા થવાના અવસર પર ભારતનો પુત્ર કે પુત્રી અંતરિક્ષમાં જશે.”
ભારત સરકારે વડાપ્રધાન જન આરોગ્ય અભિયાન શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. આ આયુષ્યમાન યોજના અંતર્ગત 10 કરોડ પરિવારને લાભ મળશે. 25 સપ્ટેમ્બર એટલે પંડિત દિનદયાળ ઉપાધ્યાયની જયંતીથી આ યોજના આખા દેશમાં લાગુ થવાની છે. કેન્દ્ર સરકારે નાણાંકીય વર્ષ 2018-10ના સામાન્ય બજેટમાં ‘આયુષ્યમાન ભારત યોજના’ શરૂ કરવાની જાહેરાત કરી હતી. આ યોજના અંતર્ગત દેશના લોકોને સ્વાસ્થ્ય સુવિધાઓ આપવામાં આવશે. આ રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સંરક્ષણ યોજના અંતર્ગત પ્રતિ વર્ષ 10 કરોડ ગરીબ પરિવારને સારવાર માટે 5-5 લાખ રૂપિયા સુધીના સ્વાસ્થ્ય વીમા કવર આપવામાં આવશે.
પીએમ મોદીએ કહ્યું કે આવતા વર્ષે જલિયાવાલા બાગ કાંડને સૌ વર્ષ પુરા થઇ રહ્યાં છે. તેવી સ્થિતિમાં તે તમામ શહીદોને નમન કરીએ છીએ. તેમણે દક્ષિણના કવી સુબ્રમણિયમ ભારતીની કેટલીક પંક્તિઓનો સંબોધીને કહ્યું કે ભારત દુનિયાને નવો રસ્તો દેખાડશે. પીએમે કહ્યું કે અમે ઇચ્છીએ છીએ કે દુનિયામાં આપણી શાખ અને ઘાક હોય.
વડાપ્રધાને કહ્યું કે 2014માં લોકોએ માત્ર નવી સરકાર નથી બનાવી પરંતુ તેમણે દેશને બનાવવા માટે કામ કર્યું છે. આજે દેશમાં 125 કરોડ હિન્દુસ્તાની નવી ઓળખ અપાવવામાં લાગ્યા છે. પીએમ બોલ્યાં કે અમારે તે જોવાનું છે કે આપણે ક્યાંથી ચાલ્યા હતાં અને ક્યાં પહોંચ્યાં છે. જો આપણે 2013ને આનો આધાર માનીએ અને જો 2014 પછી દેશની રફ્તાર જોઇએ તો તમને પણ હેરાની થશે. પીએમે સંબોધનમાં કહ્યું કે, દેશમાં શૌચાલય બનાવવા, ગામમાં વીજળી પહોંચાડવા, ગરીબોને એલપીજી ગેસ કનેક્શન આપવા, ઓપ્ટિકલ ફાઇબર નાંખવાની સ્પીડ સૌથી વધારે થઇ છે. જો 2013ની સ્પીડથી ચાલતા તો આટલું કરવામાં દશકો વીતી જતા. પીએમે કહ્યું કે દેશ, વ્યવસ્થા, અધિકારી, લોકો બધા તેના તે જ છે પરંતુ આજે દેશ બલાવવાનો અનુભવ કરી રહ્યાં છે. આજે બેગણી સ્પીડથી હાઇવે બની રહ્યાં છે જ્યારે ચારગણી સ્પીડથી ગામમાં ઘરો બની રહ્યાં છે. આજે સેનામાં એટલી શક્તિ છે કે તે સર્જિકલ સ્ટ્રાઇક કરી શકે છે. આપણે મોટા લક્ષ્યોને લઇને આગળ વધવાનું છે.
PMએ કહ્યું કે ભારતની અર્થવ્યવસ્થા અંગે આજે આખી દુનિયા કહી રહી છે કે સૂતેલો હાથી હવે જાગી ચૂક્યો છે અને દોડવાની તૈયારીમાં છે. આપણને જે સંસ્થાઓમાં ક્યારેય જગ્યા મળતી ન હતી આજે આપણે તેમના મહત્વના સભ્ય છે. પીએમે કહ્યું કે દેશમાં અત્યાર સુધી 13 કરોડ મુદ્રા લોન આપવામાં આવ્યાં છે. જેમાં 4 કરોડ તેવા લોકો છે જેમણે પોતાની જીંદગીમાં પહેલીવાર કોઇ લોન લીધી છે. તેમણે કહ્યું કે દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ગતિ વધી છે.
PMએ કહ્યું કે 2013 સુધી ડાયરેક્ટ ટેક્સ આપનારની સંખ્યા માત્ર ચાર કરોડ હતી, પરંતુ હવે આ સંખ્યા પોણા સાત કરોડ થઇ ગઇ છે. હું ટેક્સ દાતાઓને વિશ્વાસ અપાવવા માંગુ છું કે આપના ટેક્સના પૈસાથી ગરીબોને ફાયદો અપાઇ રહ્યાં છે. આશરે 3 ગરીબ પરિવાર પ્રતિ એક કરદાતાના કરથી ખાવાનું ખાઇ રહ્યાં છે. આજે આખી દુનિયા ભારતને આશાની નજરથી જુવે છે. પરંતુ 2014 પહેલા ભારતને સારી નજરથી જોવામાં ન હતું આવતું. આજે આપણે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસમાં સારી રેકિંગ પર પહોંચ્યાં છે. આજે ભારતની રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મની નીતિની પ્રસંશા કરી રહ્યાં છે.
વડાપ્રધાને જાહેરાત કરી કે શોર્ટ સર્વિસ કમિશનમાં હવે મહિલાઓને એન્ટ્રી મળશે. પહેલા આ લાભ માત્ર પુરૂષોને જ મળતો હતો. દેશમાં આજે પણ મહિલા શક્તિને પડકાર ફેંકનારી રાક્ષસી પ્રવૃત્તિની માનસિકતાવાળા લોકો ખોટું કામ કરી રહ્યાં છે. બળાત્કાર ઘણું દુખદાયક છે. સમાજને આનાથી મુક્ત કરાવવું પડશે. મધ્યપ્રદેશમાં બળાત્કારના આરોપીને પાંચ જ દિવસમાં ફાંસીની સજા આપવામાં આવી.
પીએમએ કહ્યું કે ત્રણ તલાકની કુરીતિઓ આપણા દેશની મુસ્લિમ બહેનોને ઘણી મુશ્કેલીમાં મુકી રહી છે, એમે આ સત્રમાં આ અંગે સંસદમાં બિલ લાવવાનું કામ કર્યું પરંતુ ઘણાં લોકો હજી આને પાસ નથી થવા દેતા.