ભારતીય ટીમ આજે અફઘાનિસ્તાન સામે મુકાબલામાં ઉતરશે. શાનદાર ફોર્મમાં રહેલી ટીમ ઇન્ડિયા આજની મેચમાં જીત મેળવી સેમિ ફાઇનલમાં પોતાની દાવેદારી મજબૂત બનાવવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે.
ભારતે અત્યાર સુધી ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરતા દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન સામે વિજય મેળવ્યો છે. ભારત હજુ સુધી એકપણ મેચ હાર્યું નથી. ધવન ઈજાના કારણે વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો છે. તેના સ્થાને રિષભ પંતનો સમાવેશ કરાયો છે.
બંને ટીમો આ પ્રમાણે છે
ઇન્ડિયા: રોહિત શર્મા, લોકેશ રાહુલ, વિરાટ કોહલી(કેપ્ટન), વિજય શંકર, એમએસ ધોની (વિકેટકીપર), કેદાર જાધવ, હાર્દિક પંડ્યા, ભુવનેશ્વર કુમાર, કુલદીપ યાદવ, યૂઝવેન્દ્ર ચહલ અને જસપ્રીત બુમરાહ
અફઘાનિસ્તાન: હઝરતુલ્લાહ ઝઝાઈ, ગુલબદીન નાઇબ, રહેમત શાહ, શહિદી, અસગ઼ર અફઘાન, મોહમ્મદ નાબી, ઇક્ર્મ અલી ખાન, નજીબુલ્લાહ ઝદરન, રાશિદ ખાન, આફતાબ આલમ, મુજિબ ઉર રહેમાન.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.