ભારતીય રેલવેએ યાત્રીઓ માટે ટ્રેનમાં માથાની મસાજ અને પગની તેલ માલિશની સુવિધા ચાલુ કરવાની જાહેરાત કરી છે. પશ્ચિમ રેલવેના રતલામ મંડળના જણાવ્યા પ્રમાણે ઈન્દોરથી શરૂ થતી 39 ટ્રેનમાં આ સુવિધા આપવામાં આવશે. રેલવેએ તેમની નિયમિત ટ્રેનમાં પહેલીવાર આ પ્રમાણેની સુવિધા શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. અત્યાર સુધી સ્પેશિયલ ટૂરિઝમ ટ્રેન એટલે કે પેલેસ ઓન વ્હીલ્સ, મહારાજા એક્સપ્રેસમાં સ્પા અને મસાજની સુવિધા આપવામાં આવતી હતી.
રતલામ મંડળને ટ્રેનમાં મસાજ શરૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. માલવા એક્સપ્રેસ, નવી દિલ્હી ઈન્ટરસિટી એક્સપ્રેસ, અહિલ્યાનગરી એક્સપ્રેસ, અવંતિકા એક્સપ્રેસ, ક્ષિપ્રા એક્સપ્રેસ, નર્મદા એક્સપ્રેસ, પેંચ વેલી એક્સપ્રેસ, ઉજ્જયિની એક્સપ્રેસમાં મસાજ સુવિધા શરૂ થઈ ગઈ છે. દરેક ટ્રેનમાં 3થી 5 ટકા મસાજર્સ રહેશે. મસાજની સુવિધા સવારે 6 વાગ્યાથી રાતે 10 વાગ્યા સુધી આપવામાં આવશે
મસાજ માટે ગોલ્ડ સ્કિમમાં રૂ. 100, ડાયમંડમાં રૂ. 200 અને પ્લેટિનમ સ્કીમમાં રૂ. 300નો ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે. ગોલ્ડ સ્કીમમાં 15થી 20 મિનિટ સુધી તલના તેલની મસાજ કરવામાં આવશે. જ્યારે ડાયમંડ અને પ્લેટિન્મ સ્કીમમાં ક્રિમ અને વાઈપ્સની સાથે મસાજ કરવામાં આવશે. દરેક કોચ મસાજરનો નંબર હશે.
મસાજ સર્વિસ 15થી 20 દિવસમાં શરૂ કરવામાં આવશે. જો આ પ્રયોગ સફળ રહેશે તો મુંબઈ, દિલ્હી, કોલકાતા, ચેન્નાઈ, બેંગલુરુ, જમ્મુ, વૈષ્ણવદેવી ધામ કટરા, હરિદ્વાર, દેહરાદૂન સુધી આ સેવા શરૂ કરવામાં આવશે. રેલવેને આશા છે કે, તેનાથી રૂ. 90 લાખ સુધીના ટિકિટ વેચાણમાં વધારો થશે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.