પ્રતિકાત્મક તસવીર
  • શહેરના નરોડા વિસ્તારમાં આવેલી એક હોટલમાંથી દારૂની મહેફિલ ઝડપાઇ છે.
  • પ્રાપ્ત વિગત અનુશાર ઝડપાયેલા તમામ લોકો વેપારીઓ હોવાનું સામે આવ્યું છે. પોલીસે વેપારીઓની ધરપકડ કરી દારૂની બોટલો અને વાહનો સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
  • પોલીસને મળેલી બાતમીને આધારે નરોડા વિસ્તારમાં આવેલી સેન્ટ્રો હોટલમાં ચાલી રહેલી દારૂની મહેફિલ પર રેડ પાડી હતી.
  • જેમાં પોલીસે 14 લોકોને ઝડપી પાડી 6 દારૂની બોટલ અને 7 વાહનો કબ્જે કર્યા હતા. મળતી માહિતી પ્રમાણે, આ હોટલમાં વેપારીઓએ બર્થડે પાર્ટી માટે દારૂની મહેફિલ યોજી હતી.