• વેરાવળનાં ઈણાજ ગામમાં પિતાએ જ ધોરણ 11માં ભણતી દીકરીને બળજબરીથી ઝેરી દવા પીવડાવીને હત્યા કરી દીધાની માહિતી સામે આવી રહી છે.
  • આ દીકરીને વધુ અભ્યાસ કરવો હતો તેથી સગા પિતા માલદે બાલુ સોલંકીએ ખરાબ પગલુ ભર્યું હતું.
  • વેરાવળનાં ઈણાજ ગામે અભ્યાસ ન કરવા દેવા માટે 16 વર્ષની દીકરી હિરલને બેફામ માર મારી ઝેરી દવા પીવડાવી પિતાએ હત્યા કરી નાંખ્યાનો ઘટસ્ફોટ થયો છે.
  • પિતાએ પરિવારની સામે ગત 29મી સપ્ટેમ્બર, 2019નાં રોજ દીકરીને પહેલા ઢોર માર માર્યો હતો. જે બાદ પરિવારને ધમકી આપતા જણાવ્યું હતું કે, આ વાત કોઈને કહેશો તો બધાને પતાવી દઇશ. તે જ દિવસે સાંજે હિરલનાં ફરી પાછા હાથપગ બાંધી ઈલેક્ટ્રીકના સર્વિસ વાયર વડે માર મારી બળજબરીથી ઝેરી દવા પીવડાવી હત્યા કરી નાખી હતી.
  • આ આખુ કૃત્ય તેની પત્ની કંચનબેન અને તેના પુત્ર તથા પુત્રીની સામે જ કર્યું હતું. પરંતુ આપેલી ધમકીને કારણે તે દિવસે કંઇ બહાર આવ્યું ન હતું.
  • થોડા દિવસો બાદ મૃતકના મામાએ તેના સાળા માલદે સામે દીકરીને મારી નાખવાનો આક્ષેપ કર્યો હતા.
  • જેથી મૃતકની માતાએ પરીવારજનોને વાત કરેલ હતી. આ બાદ પ્રભાસ પાટણ પોલીસે હિરલની નાની બહેન તથા નાનાભાઈને સાક્ષી બનાવી કોર્ટમાં તેનું નિવેદન લીધેલ હતું. જે બાદ હત્યારા પિતાનાં મોબાઇલ લોકેશનનાં આધારે ઝડપી પાડ્યો હતો. આ અંગે તપાસનીશ અધિકારી પી.આઈ. રાઠવાએ જણાવેલ હતું કે, ‘ગઈ તારીખ 29-9-2019ના બનાવમાં તા. 18-1-2020ના રોજ ફરીયાદ નોંધાયેલ છે. જે તે સમયે આરોપી પિતા પત્ની અને બાળકોને મારી નાંખવાની ધમકી આપીને ભાગી ગયો હતો પરંતુ પોલીસે ફરિયાદ નોંધાયા બાદ તેની ધરપકડ કરી લીધી છે.’

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024