• અમેરિકાનાં પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને પત્ની 24 અને 25 ફેબ્રુઆરીનાં રોજ ભારત પ્રવાસે આવવાનાં છે. તેઓ 24મીએ અમદાવાદ આવશે જે બાદ દિલ્હી અને બીજા દિવસે તાજમહેલ જોવા જવાનાં છે. ત્યારે ડોનાલ્‍ડ ટ્રમ્પની આ ગુજરાત અને ભારત મુલાકાતની વાતથી તેમના નજીકનાં ગુજરાતી હેમંત ભટ્ટ ઘણાં જ ઉત્સાહિત છે. તેમણે જણાવ્યું છે કે, ટ્રમ્પની આ મુલાકાત ભારત અમેરિકાનાં સંબંધોને વધુ મજબૂત બનાવશે.
  • હેમંત ભટ્ટની વાત કરીએ તો તેઓ વડોદરાનાં રહેવાસી છે. ભટ્ટ યુએસ રાષ્ટ્રપ્રમુખ પદની બીજી વારનાં પદની માંગ કરતા http://www.trumpmypresident.com નામનું પોર્ટલ ચલાવે છે. તેઓ ‘હિન્દુઝ ફોર ટ્રમ્પ’ અને ‘અમેરિકાવિનિંગ ગઠબંધન’ અભિયાનનાં સ્થાપક છે. આ સાથે તેઓ ‘ચલો ગુજરાત-ચલો ઇન્ડિયા’નાં કાર્યક્રમનાં આયોજનમાં પણ મુખ્ય ભાગ ભજવ્યો છે..
  • નોંધનીય છે કે, 2016માં ડોનાલ્ડ ટ્રમ્પની ચૂંટણી અભિયાનમાં હેમંત ભટ્ટે મહત્વની ભૂમિકા ભજવી હતી. હેમંત ભટ્ટ અને તેમની ટીમે 2020ની રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી માટે રિપબ્લકન પાર્ટીનાં અભિયાનની શરૂઆત ‘ટ્રમ્પ પ્રેસિડન્ટ’ બેનર હેઠળ કરી દીધી છે.
  • ટ્રમ્પ બિઝનેસમેન ટર્ન રાજકરણી છે તેથી તેઓ એક વાત સમજે છે કે, ભારત તેમના માટે ઘણું જ મહત્વનું છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી બંન્ન સારા મિત્રો છે. આ લોકો વિશ્વનાં ઇતિહાસને બદલશે. તેમનામાં ઘણી જ સામ્યતા છે એટલે જ તે બંન્નેની મિત્રતા ગઢ છે. ટ્રમ્પને ભારત અને હિંદુ પ્રત્યે માન અને પ્રેમ છે. ટ્રમ્પ એડમિનમાં પણ ઘણાં ભારતીયો સારી પોસ્ટ પર છે.
  • ટ્રેડ ડિલ ઘણી જ મહત્વની છે. મારા મત પ્રમાણે, ડોનાલ્ડ ટ્રમ્પની આ મૈત્રી મુલાકાત છે તેથી તેઓ બિઝનેસ નહીં કરવા ઇચ્છતા હોય. આ સાથે તેઓ કેટલાક બાકી નિર્ણયોમાં કોઇ જ ઉતાવડ કરવા માંગતા નહીં હોય. તેથી તેઓએ કહ્યું છે એટલે આ ડિલ તો થશે પરંતુ થોડા સમય પછી કરશે. આ સાથે તેમણે કહ્યું કે, બંન્ને દેશનાં વડાઓ દેશભક્ત છે દેશહિતમાં જે પણ પગલા લેવા જોઇએ તે લઇ રહ્યાં છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024