અમદાવાદમાં લાગી ભીષણ આગ,સુરત અને વલસાડમાં પણ આગના કિસ્સા.

પોસ્ટ કેવી લાગી?
 • અમદાવાદમાં આજે લાગી ભીષણ આગ
 • ઘટનાની જાણ થતા ફાયબ્રિગેડની 3 જેટલી ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી પરંતુ આગ પર કાબુ મેળવી શકાયો ન હતો.
 • આગ ઓલવવા માટે અત્યારે પ્રયાસો ચાલુ છે.
 • અમદાવાદ ઉપરાંત વલસાડ અને સુરતમાં પણ ભીષણ આગ લાગી હતી.
ફાઈલ તસ્વીર
 • અમદાવાદમાં  અંકુર ચાર રસ્તા નજીક LIC ઓફીસમાં અચાનક આગ લાગી હતી.
 • સર્વર ઓફિસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું છે.
 • ઘટનાની માહિતી મળતા ફાયર બ્રિગેડની ત્રણ ગાડી ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ બુઝાવવા માટેની કામગીરી શરુ કરી હતી.
ફાઈલ તસ્વીર
 • આપ ને જાણવાનું કે ગઈ કાલે સુરતમાં આગ લાગી હતી.
 • સુરતના સચિન વિસ્તારમાં આવેલી GIDCમાં આગ લાગવાની ઘટના બની હતી.
 • ડાયમંડ ઝોનમાં આવેલી આકાશ પ્લાસ્ટિકની ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે.
 • ઘટનાની જાણ થતા ફાયરની 3 ટીમોએ ઘટનાસ્થળે પહોચીને આગ ઓલવવાની કામગીરી હાથ ધરી હતી.
 • પરંતુ હજૂ પણ આ આગ લાગવાનું કરણ જાણી શકાયું નથી.
 • અમદાવાદ અને સુરત સિવાય વલસાડમાં પણ આગ લાગવાનો કિસ્સો સામે આવ્યો છે.
 • વલસાડના સરીગામે ગેસની પાઈપ લાઈનમાં આગ લાગવાની દૂર્ઘટના સામે આવી છે.
 • આગની ઘટના વરસાદી પાણીના નિકાલ માટે ગટરની કામગીરી વખતે બની હતી.
 • સૂત્રો મુજબ જાણવા મળ્યું છે કે,ગેસની પાઈપ લાઈનમાં ભંગાણ થતા આગ લાગી છે. 
 • આગ લાગતા ગેસ પુરવઠો બંધ કરી આગ પર કાબૂ મેળવાયો છે.  
 • જોકે સારી વાત એ છે કે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઇજા થઈ નથી.  

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures