પોતાનું ઘર ખરીદવું એ દરેક માટે એક મોટામાં મોટી ચેલેન્જ છે. કેટલીકવાર આપણને જોઇતી બધી જ સુવિધાઓ અને જરૂરિયાતો પ્રમાણે ઘર મળી જાય તો તેની કિંમત બહુ ઊંચી હોય છે. આજકાલ તો વાસ્તુશાસ્ત્રનું મહત્વ બહુ વધી ગયું છે. એટલે ઘર ખરીદતી વખતે તે વાસ્તુની દ્રષ્ટિએ યોગ્ય છે કે નહીં, એ પણ જોવામાં આવે છે.
આજે અમે તમને જણાવી રહ્યા છીએ, ઘર ખરીદતી વખતે વાસ્તુની કઈ-કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઇએ.
ઘર ખરીદતી વખતે દરવાજાની દિશાની સાથે-સાથે મહત્વની જગ્યાઓની દિશા અને સ્થાનનું ધ્યાન રાખવાનું હોય છે. સાથે યોગ્ય સૂર્યપ્રકાશ અને હવા ઉજાસનું પણ ધ્યાન રાખવાનું હોય છે. યોગ્ય વાસ્તુશાસ્ત્રથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે અને જીવનમાં ધન-ધાન્ય અને ખુશીઓનું પણ આગમન થાય છે.
નવું ઘર ખરીદતી વખતે ધ્યાનમાં રાખો વાસ્તુશાસ્ત્રના આ નિયમો:
૧. ઘરનો મુખ્ય દરવાજો દક્ષિણ કે પશ્ચિમ દિશામાં ખૂલતો ન હોવો જોઇએ.
૨. ઘરનો એક પણ ખૂણો કપાતો ન હોવો જોઇએ.
૩. કિચન અને બાથરૂમ ઘરની ઉત્તર પૂર્વ દિશામાં ન હોવાં જોઇએ. ટોયલેટની બરાબર ઉપર કિચન ક્યારેય ન હોવું જોઇએ.
આમાંની કોઇ ચૂક રહી જતી હોય અને તમે ઘર ખરીધ્યું હોય તો તમે કોઇ જાણીતા વાસ્તુ એક્સપર્ટની સલાહ મુજબ યોગ્ય ઉપાય કરી વાસ્તુ દોષથી બચી શકો છો.