આ ત્રણ રાશિના પતિ નથી માનતા પોતાની પત્નીની વાત

ભારતના લોકો માટે આધુનિક લાઇફસ્ટાઇલ હોવા છતાં પણ લગ્ન જીવનની પવિત્રતા બનેલી છે. ભલે ને તે લવ મેરેજ હોય કે પછી અરેન્જ મેરેજ. કહેવાય છે કે, જ્યાં બે વાસણ હોય છે ત્યાં અવાજ તો આવે જ છે. તે જ રીતે પતિ-પત્ની વચ્ચેની તકરાર પણ સામાન્ય બાબત છે. ઘણી બધી એવી રાશિઓ હોય છે જેના દાંપત્ય જીવનમાં પ્રેમ તો ખૂબ હોય છે પણ પતિ-પત્નીમાં જરાય બનતું નથી. આ ત્રણ રાશિના પતિ પોતાની પત્નીની બધી વાતો સાંભળતા નથી.

મિથુન: આ રાશિના પુરૂષ પોતાને જ સાચા માને છે. તેમને લાગે છે કે, તેઓ જે પણ કહે છે કે કરે છે તે સાચું જ છે. પોતાની વાતને પત્ની પર થોપે છે, તેઓ ક્યારેય જાણવાનો પ્રયત્ન નથી કરતા કે, તેમની પત્ની શુ ઇચ્છે છે. કેટલીક વાર તો તેઓ એટલા હદ સુધી ગુસ્સે થઈ જાય છે કે, વાત વાતમાં મારપીટ સુધી પહોંચી જાય છે. પોતાના અહમના કારણે ખોટા હોવા છતાં પણ માફી માંગતા નથી. જેના કારણે આ રાશિના લોકો પોતાની પત્નીને ક્યારેય ખુશ રાખી શકતા નથી

મકર: આ રાશિના પુરુષ જિદ્દી હોય છે. પોતાની જિદને પૂરા કરવા માટે આ લોકો કોઈ પણ હદ સુધી જઇ શકે છે. પોતાની પત્નીની ઇચ્છાઓને આ લોકો ક્યારેય માન આપતા નથી, દરેક પરિસ્થિતિમાં પોતાને જ સાચા માને છે. આ લોકોની વચ્ચે થનારો નાનો-મોટો ઝગડો વિકરાળ રૂપ લઈ લે છે.

વૃષભ: આ રાશિથી સંબંધ રાખનાર લોકો તેમના પત્નીથી ખૂબ જ પ્રેમ કરે છે પણ તેમની અંદર ઘણી બધી ઇન્સિક્યોરિટી હોય છે. જેના કારણે તેઓ પોતાની પત્ની પર હંમેશાં શંકા કરતા હોય છે. તેમના ઝનૂની પ્રેમ જ લડાઈનું કારણ બને છે. તેઓ પોતાના પત્નીને ક્યારેય સ્પેસ આપતા નથી, જેના કારણે તેમના સંબંધોમાં ટકરાવ રહે છે.