જાણો ફટકડીના બેસ્ટ ઉપચાર જે તમારી તકલીફોને કરશે દૂર

Best Alum Remedies Problems
 • આપણાં ઘરમાં ઘણી એવી વસ્તુઓ પડી હોય છે જેના કમાલના ફાયદા આપણને ખબર જ નથી હોતા.
 • ફટકડી પણ એવી જ એક વસ્તુ છે જે લગભગ દરેક ઘરમાં હોય જ છે.
 • ફટકડી લાલ તેમજ સફેદ બે પ્રકારની હોય છે.
 • ફટકડીમાં અનેક ગુણો રહેલા છે જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે.
 • તો ચાલો જાણો ફટકડીના બેસ્ટ ઉપચાર જે તમારી તકલીફોને કરશે દૂર
ફાઈલ તસ્વીર
 • ફટકડીના ઘણા ફાયદા અને ઉપયોગ છે જેવા કે
 • પુરૂષો ફટકડીને આફ્ટર શેવ તરીકે ઉપયોગ કરી શકે છે.
 • ફટકડીનો ઉપયોગ પહેલાના સમયમાં સ્ત્રીઓ ચહેરાની ત્વચાને ટાઈટ કરવા માટે કરતી હતી.
 • ફટકડી બેક્ટેરિયાનો નાશ કરે છે. તેથી એન્ટીબેક્ટેરિયલ હોવાથી દાંત સાથે તકલીફ પણ ફટકડી દૂર કરે છે.
 • ફટકડીના ઉપયોગથી જો કંઈ વાગી ગયું હોય કે ઘા માંથી લોહી નીકળતું હોય તો લોહી નીકળતું બંધ થઈ જશે.
 • જ્યાં વાગ્યું હોય કે ઘા હોય ત્યાં તેને ફટકડીના પાણીથી ધુઓ અને પછી ફટકડીનું પાઉડર તેની પર લગાવો. લોહી નીકળતું બંધ થઈ જશે.
 • ચહેરા પરની કરચલીઓને ઝડપથી દૂર કરવા અને ગ્લો વધારવા માટે પણ ફટકડીના ઉપયોગ થાય છે. 
 • રાતે સૂતા પહેલાં ફટકડીના ટુકડાને ઠંડા પાણીમાં પલાળી તેનાથી ચહેરા પર હળવા હાથે મસાજ કરો.
 • સૂકાયા બાદ ધોઈને મોઈશ્ચરાઈઝર લગાવો.
 • રોજ ફટકડીવાળા પાણીથી સ્નાન કરવાથી જે લોકોને ઉનાળામાં અથવા કોઈપણ સીઝનમાં વધુ પરસેવો થતો હોય અને તેમાંથી આવતી દુર્ગંધથી પરેશાન હોવ તો તે દૂર થઇ શકે છે.
 • તેના માટે એક ડોલ પાણીમાં અડધી ચમચી ફટકડીનો પાઉડર નાખી દેવો. પછી એ પાણીથી સ્નાન કરવું. 
ફાઈલ તસ્વીર
 • સનબર્નમાં ફટકડીનો ઘણો ફાયદો છે.
 • સ્કિન માટે પણ ફટકડી ખૂબ જ અસરકારક છે.
 • એક કપ પાણીમાં 2 ચમચી ફટકડી પાઉડર મિક્સ કરી તેને સનબર્નવાળા ભાગે રોજ લગાવો અને 10 મિનિટ બાદ ધોઈ લો.
 • તેમજ ખુજલીમાં પણ આરામ મળશે
 • ફટકડીવાળા પાણીમાં 15 મિનિટ સુધી પગ ડુબાડીને રાખવાથી પગના સોજા, થાક, દુર્ગંધ અને ફંગલ ઈન્ફેક્શન જેવી પ્રોબ્લેમ્સ દૂર થાય છે.
 • ઘણાં લોકોને વારંવાર મોંમાં ચાંદા થઈ જતાં હોય છે તેના માટે ચપટી શેકેલી ફટકડી, એલચીના દાણા અને કાથો લઈ પીસી લો.
 • પછી તેને ચાંદાવાળા ભાગ પર લગાવાથી રાહત મળશે.
 • ચપટી શેકેલી ફટકડી, સરસિયાનું તેલ અને ચપટી સિંધવ મીઠું મિક્સ કરી દાંતમાં દુખાવાવાળા ભાગ પર લગાવો. તરત જ આરામ મળશે.
 • આ ઉપાય દિવસમાં 2-3 વાર કરવાથી તમને દવા વિના જ સારું થઈ જશે. 
 • જો કાકડા થયા હોય તો ગરમ પાણીમાં ચપટી ફટકડી અને મીઠું નાખીને કોગળા કરવા.
 • તેનાથી ગળાનો દુખાવો અને સોજો દૂર થાય છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here