Allauddin magic lamp
અલ્લાઉદ્દીનના જાદુઇ ચિરાગ (Allauddin magic lamp) ને લેવા જતાં મેરઠના એક ડૉક્ટરને અઢી કરોડનો ચૂનો લાગ્યાની ઘટના સામે આવી છે. આ ડૉક્ટરે પોલીસને લખાવેલી ફરિયાદ મુજબ બે તાંત્રિકોએ ડૉક્ટરને જાદુઇ ચિરાગ આપવાના બહાને અઢી કરોડ રૂપિયા વસૂલ કર્યા હતા. ફરિયાદ બાદ પોલીસે બંને તાંત્રિકોને ધરપકડ કરી કહેવાતો જાદુઇ ચિરાગ પણ કબજે કરી લીધો હતો.
પોલીસે આ બનાવટી ચિરાગ, લાકડાની સપાટ (પગરખાં) બનાવટી જાદુઇ પથ્થર અને રૂપિયા 20 હજાર રોકડા તાંત્રિકો પાસેથી કબજે કર્યા હતા. સંબંધિત મહિલા ફરાર જાહેર કરાઇ હતી. મેરઠના બ્રહ્મપુરીમાં ખૈરનગર અહમદ રોડ પર ડૉક્ટર તરીકે પ્રેક્ટિસ કરતા લઇક અહમદને ઇકરામુદ્દીન અને અનીસ નામના બે તાંત્રિકો તેમજ એક મહિલાએ જાદુઇ ચિરાગ આપવાને બહાને લલચાવ્યા હતા.
આ પણ જુઓ : પાકિસ્તાન : 13 વર્ષીય ખ્રિસ્તી છોકરીનું અપહરણ કરી ધર્મ પરિવર્તન કરતા લોકોમાં રોષ
આ લોકોએ ડૉક્ટરને એક ચિરાગ આપ્યો હતો અને કહ્યું હતું કે આ ચિરાગ અલ્લાઉદ્દીનની કથાનો ચિરાગ છે. એના પર ઘસવાથી જીન પ્રગટ થાય છે અને ચિરાગના માલિકની તમામ ઇચ્છા પૂરી કરે છે. ઉપરાંત ડૉક્ટરનો એ પણ દાવો છે કે આ ત્રણેએ મારા પરિવાર પર મંત્રતંત્ર અને કાળા જાદુ કરીને અમારી સાથે અઢી કરોડની છેતરપીંડી કરી હતી.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.