Sabudana thalipith
- આપણે ઉપવાસમાં ખાઇ શકાય તેવી ફરાળી વાનગી બનાવતા શીખીએ.
- આજે આપણે ઉપવાસમાં ખવાય અને સ્વાસ્થ્યને નુકસાન ન કરે તેવી સાબુદાણા થાલીપીઠ (Sabudana thalipith) બનાવતા શીખીશું.
- સાબુદાણા થાલીપીઠ (Sabudana thalipith) માં જોઇતી સામગ્રી :
- 1 કપ સાબુદાણા (2કલાક પલાડેલ )
- 2 બાફેલા બટેકા , 2 ચમચી શિંગદાણાનો ભૂકો
- 2 ચમચી રાજગરાનો લોટ
- 1/4 ચમચી મરી પાવડર
- 1/4 ચમચી લાલ મરચું પાવડર
- 1/4 ચમચી જીરૂ પાવડર (શેકેલું )
- 1/2 ચમચી આદુ મરચાની પેસ્ટ
- 2 ચમચી સમારેલી કોથમીર
- સિંધવ મીઠું જરૂર મુજબ
- તેલ કે ઘી શેકવા માટે.
- સાબુદાણા અને બાફેલા બટેકાને મિક્ષ કરી લેવા.
- ત્યાર બાદ તેમા શિંગદાણાનો ભૂકો, રાજગરાનો લોટ, મરી પાવડર, જીરૂ પાવડર, લાલ મરચું પાવડર, આદુ મરચાની પેસ્ટ, કોથમીર અને જરૂર મુજબ મીઠું ઉમેરી હાથથી લોટ બાંધવો.
- પાટલા પર પોલીથીન કે ફોઇલ પર હાથથી ગોલ શેપ બનાવવો અને મધ્યમાં એક કાણું કરવું.
- તમારે કાંણુ કરવું હોય તો કરી શકો ન કરવું હોય તો ન કરો.
- આ બહું પાતળી કે બહં જાડી ન બને તે ધ્યાનમાં રાખવું.
- ત્યાર બાદ નોન સ્ટીક તવા પર તેલ અથવા ઘીની મદદથી બંને બાજુ શેક્વુ .
- જો ધીમા તાપ પર શેકશો તો આ ક્રીસ્પી થશે.
- આને તમે મોરા દહીં કે કોથમીરની લીલી ચટણી સાથે ખાઇ શકો છો.
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- PTN News App – Download Now
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Sharechat :- Follow