આ રક્ષાબંધને ઘરે જ બનાવો ફ્રેશ ‘કોપરા પાક’ માત્ર 15 મિનિટમાં

kopra pak

kopra Pak

 • નારિયેળના નાના ટુકડા કરીને મિક્સરમાં ક્રશ કરશો તો કોપરાનું છીણ તૈયાર થઈ જશે.
 • સૂકા કોપરાનું છીણ બજારમાં તૈયાર પણ મળે છે.
 • જો ઘરમાં સુકુ ટોપરુ હોય તો તમે તેને ઘરે પણ છીણી શકો છો.
 • કોપરાપાક (kopra Pak) બનાવવા નોનસ્ટિક કડાઈનો જ ઉપયોગ કરવો.
 • કડાઈમાં ઘી કાઢી મધ્યમ આંચ પર પીગળવા દો.
 • તમે જો કોપરા પાકમાં ડ્રાયફ્રૂટ્સ નાંખવા માંગતા હોવ તો તેને પહેલા ઘીમાં શેકી લો.
 • ત્યાર પછી જ તેમાં કોપરાનું છીણ નાંખો. છીણ નાંખ્યા પછી તેમાં ખાંડ ઉમેરી દો.
 • ખાંડ ઉમેર્યા પછી મિશ્રણને સતત હલાવતા રહો.
 • 10 મિનિટ બાદ ફ્લેવર માટે તેમાં એલચીનો ભૂકો ઉમેરી દો.
 • ધીરેધીરે ગરમ થયેલા મિશ્રણમાં તમને પરપોટા થતા દેખાશે અને પછી મિશ્રણ ઘટ્ટ થવા માંડશે.
 • પરપોટા વળતા બંધ થાય ત્યારે ગેસ બંધ કરી દો અને બદામનું કતરણ ઉમેરો.
 • આ મિશ્રણ ખૂબ જ જલ્દી ઘટ્ટ થઈ જાય છે એટલે તેને ફટાફટ ઘીથી ચીકણી કરેલી થાળીમાં પાથરી દો જેથી ચોસલા પાડતી વખતે કોપરા પાક નીચે ન ચોંટે.
 • પાક ગરમાગરમ હોય ત્યારે જ ચોસલા પાડી લો. ઉપર તમે ગાર્નિશિંગ માટે બદામ અને પિસ્તાની કતરણ, કેસર વગેરે નાંખી શકો છો.
 • ચોસલા ઠંડા પડે એટલે ધીરજ પૂર્વક એક પછી એક ચોસલા કાઢીને એરટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરો.
 • આ રીતે તમારો કોપરા પાક (kopra Pak) તૈયાર થઇ જશે.
 • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
 • PTN News App – Download Now
 • Website :- Gujarati – Hindi – English
 • Facebook :- Like
 • Twitter :- Follow
 • YouTube :- Subscribe
 • Sharechat :- Follow

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here