- છત્તીસગઢની રાજધાની રાયપુરમાં મહિલાની હત્યાનો બનાવ બન્યો છે. હત્યાનો આરોપી મહિલાનો પતિ જ છે.
- ગુરુવારે રાત્રે પતિ અને પત્ની વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો.
- જે બાદમાં પતિએ ગુસ્સામાં આવીને પત્નીના માથા પર ગેસ સિલિન્ડર મારી દીધો હતો. માથા પર હુમલા બાદ મહિલા લોહીથી લથબથ થઈ ગઈ હતી.
- શરીરમાંથી વધારે લોહી વહી જવાને કારણે તેનું ઘટનાસ્થળે જ દર્દનાક મોત થઈ ગયું હતું.
- શુક્રવારે સવારે મહિલાની લાશ જોઈને આસપાસના લોકો થરથરી ગયા હતા.
- હત્યા બાદ આરોપી પતિ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો હતો.
- શહેરના રાજા તળાવ વિસ્તારમાં આ આખી ઘટના બની હતી. હાલમાં પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.
- મળતી માહિતી પ્રમાણે રાજધાનીના રાજા તળાવ વિસ્તારમાં એક દંપતી રહે છે. આશરે ચાર વર્ષ પહેલા બંનેને લગ્ન થયા હતા.
- લગ્નનાં થોડા સમય પછી પતિ-પત્ની વચ્ચે ઝઘડા થવા લાગ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે પતિ તેની પત્નીના ચારિત્ર્ય પર શંકા કરવા લાગ્યો હતો.
- જે બાદમાં બંને વચ્ચે ઝઘડા થતાં હતાં.
- ગુરુવારે રાત્રે પીડિત પત્ની કોઈ સાથે ફોન પર વાતચીત કરી રહી હતી.
- ઘણા લાંબા સમય સુધી ફોન પર વાત કરવા મામલે પતિનો તેની પત્ની સાથે ઝઘડો થયો હતો.
- બંને વચ્ચે ઝઘડો એટલો ઉગ્ર બની ગયો કે પતિએ તેના ઘરમાં પડેલા ગેસ સિલિન્ડર વડે તેની પત્ની પર હુમલો કરી દીધો હતો.
- આ હુમલામાં પત્નીનું મોત થઈ ગયું હતું.
- પત્નીની હત્યા કર્યા બાદ આરોપી પતિ સિવિલ લાઇન પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. પોલીસ પણ તેની પાસેથી ઘટનાગ્રમ જાણીને અવાક થઈ ગઈ હતી.
- હાલ પોલીસે આરોપી પતિની ધરપકડ કર લીધી છે. પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો હતો.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News