- એકતરફ રાજ્ય સરકાર બાળકીઓના જન્મદર વધે તે માટે અનેક પ્રયાસો કરી રહી છે. તો બીજી તરફ દીકરીઓ જન્મે તો પહેલાના જમાનાની જેમ પુત્રની ઈચ્છા ન રાખવા લોકોને અપીલ કરાઇ રહી છે. ત્યારે તેવામાં એક એવા સાસરિયાઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે જેમાં ત્રણ દીકરીઓ બાદ પુત્ર નહિ જન્મે તેવું ડૉક્ટરે કહેતા પરિણીતને ઘર ની બહાર કાઢી મૂકી હતી.
- અમદાવાદ શહેરના સરદારનગરના ભીલવાસમાં રહેતી 26 વર્ષીય પરિણીતા ત્રણ માસથી માતાપિતા સાથે રહે છે. પાંચ વર્ષ પહેલા તેના લગ્ન એક યુવક સાથે થયા હતા. લગ્નબાદમાં તેને ત્રણ પુત્રીને જન્મ આપ્યો હતો. આ પુત્રીઓની ઉમર હાલ પાંચ વર્ષ અને બે વર્ષ તથા બે માસની થઇ ગઇ છે. ત્રીજી પુત્રીના જન્મ બાદ પતિએ આ યુવતિને ત્રાસ આપવાનું શરૂ કરી દીધું હતું.અને તેને ઘરની બહાર કાઢી મૂકી હતી .
- તો પોતાની પત્ની ને તેનો પતિ અવાર નવાર કહેતો હતો કે તું છુટાછેડા આપી દે મારે બીજા લગ્ન કરવા છે. પતિની આ વાતમાં તેના ઘર વાળાઓએ પણ સાથ પૂરાવ્યો હતો. અને સાસરિયાઓએ કહ્યું કે તેમને તેની જરૂર નથી. ત્રણ ત્રણ દીકરીઓ થઇ ગઇ છે પણ તેમને તો પુત્ર જોઇએ છે પુત્રીઓની જરૂર નથી.હવે તો અમારે હે પુત્ર જોઈએ છે .
- ત્રણ માસ પહેલા પરિણીતાને ઘર ની બહાર કાઢી મૂકી હતીઆ પ્રકારની અવારનવાર ધમકીઓ આપી સાસરિયાઓએ તેને ત્રણ માસ પહેલા પરિણીતાને ઘરની બહાર કાઢી મૂકી હતી. જેથી પરિણીતા પિયરમાં રહેવા જતી રહી હતી. આખરે આ પરિણીતાને ન બોલાવતા તેણે તેના સાસરિયાઓ સામે ઍરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે સાસરિયાઓ સામે તપાસ હાથ ધરી છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News