સામાન્ય રીતે સોનાની ચેઇન અને પર્સની લૂંટ થવાના કિસ્સાઓ છાસવારે બને છે. પરંતુ ક્યારેક આવા ચોર પણ લોકોના હાથે ચડી જતા હોય છે અને મેથીપાક ખાતા હોય છે. આવી એક ઘટના સુરતના ઉધનામાં બની છે. સ્કૂલ પાસેથી મોબાઇલ ચોરીને ભાગતા ચોરને લોકોએ પકડી પાડ્યો હતો. અને ઢોર માર મારીને પોલીસના હવાલે કર્યો હતો.
મળતી માહિતી પ્રમાણે સુરતના ઉધના સમિતિ સ્કૂલ પાસેથી એક ચોર મોબાઇલ ચોરીને ભાગ્યો હતો. જેને લોકોએ પકડી પાડ્યો હતો. ચોર કરી હોવાથી ગુસ્સે ભરાયેલા લોકોએ તેને લાકડાના ફટકા વડે ઢોર માર માર્યો હતો. ત્યારબાદ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે આવી હતી.
સુત્રોના જણાવ્યા પ્રમાણે મોબાઇલ ચોરે વિદ્યાર્થીને 500 મીટર ઢસડીને મોબાઇલ ઝૂંટાવવાનો પ્રયત્ન કરતા વિદ્યાર્થીને પણ ઇજા પહોંચ હતી. વિદ્યાર્થીએ છેક સુધી મોબાઇલ ન છોડતાં આખરે મોબાઇલ ચોર પકડાયો હતો.
આ ઘટનામાં ઉધના પોલીસે બે વ્યક્તિની અટકાયત કરી હતી. લોકોના ઢોર માર મારથી મોબાઇલ ચોરને ઇજાઓ પહોંચી હતી. અને ચોરના મોોઢામાંથી લોહી પણ નીકળવા લાગ્યું હતું.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.