સામગ્રી:

૨૫૦ ગ્રામ મેંદો

૫૦ ગ્રામ ચોખાનો લોટ

ચપટી ઈલાયચી પાવડર

ઘી, દૂધ જરૂર મુજબ

રીત:

મેંદામા ૨૫-૩૦ ગ્રામ જેટલું ઘીનું મોણ અને ઈલાયચી પાવડર નાંખી, બરાબર મિક્સ કરી, દુધથી કઠણ લોટ બાંધવો.

પછી લોટને ઢાંકીને અડધો કલાક મૂકી રાખવો.

ચોખાના લોટમાં ૪૦ ગ્રામ જેટલું ઘી નાંખી, બરાબર ફીણી સાટો તૈયાર કરવો.

હવે લોટમાંથી બે-ત્રણ સરખા ભાગ કરવા.

પછી તેમાંથી ત્રણ મોટા અને પાતળા રોટલા બનાવવા.

હવે એક રોટલો લેવો, તેના પર સાટો લગાડવો.

પછી તેના પર બીજો રોટલો મૂકી, તેના પર સાટો લગાડવો.

ત્યારબાદ તેના પર ત્રીજો રોટલો મૂકી, તેના પર સાટો લગાડી, તેનો રોલ વાળવો.

હવે રોલના મીડીયમ સાઈઝના ૪-૫ ટુકડા કરવા.

પછી તેને હળવા હાથે દાબી, તેનો ગોળો વાળી, જાડી પૂરી બનાવવી.

પછી તેના પર છરીથી કાપા પાડવા.

હવે એક પેનમાં ઘી ગરમ કરી, ધીમા તાપે, પૂરી કડક અને લાઈટ બ્રાઉન કલરની થાય તે રીતે તળી લેવી.

ખાજા પુરેપુરા ડૂબી જાય તેટલા ઘીમાં તળવા.

એક પ્લેટમાં ખાજાના ઝીણા ટુકડા કરી, ઉપર દળેલી ખાંડ નાંખી, સર્વ કરવા.

ખાજાને ચાકે કોફી સાથે પણ સર્વ કરી શકાય.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN News લાઈક કરો.
જો તમને આ આર્ટિકલ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે SHARE કરજો.