લોકસભા ચૂંટણીમાં પ્રચંડ બહુમતિ મેળવ્યા બાદ પીએમ નરેન્દ્ર મોદીએ પૂર્વ રાષ્ટ્રપતિ અને વરિષ્ઠ કોંગ્રેસી નેતા પ્રણવ મુખરજીના આશીર્વાદ લીધા હતા.
મોદી અને પ્રણવદા વચ્ચેનો સબંધ પહેલેથી જ ઉષ્માપૂર્ણ રહ્યો છે અને તેનો વધુ એક પૂરાવો મળ્યો હતો.પીએમ મોદીએ પોતે જ પ્રણવદા સાથેની મુલાકાતની તસવીર ટ્વિટ કરી હતી.જેમાં પ્રણવ મુખરજી પીએમ મોદીને પોતાના હાથથી મોઢુ મીઠુ કરાવતા નજરે પડ્યા હતા.
પીએમ મોદીએ સાથે સાથે ટ્વિટ કર્યુ હતુ કે, મેં પ્રણવદાનો આશીર્વાદ લીધો છે.તેમની સાથેની મુલાકાતથી હંમેશા મારા જ્ઞાનમાં વધારો થતો હોય છે.તેમની પાસે જે જ્ઞાન અને સમજ છે તેનો જોટો જડવો મુશ્કેલ છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.