- પીએમ નરેન્દ્ર મોદી રવિવારે વારાણસીના પ્રવાસે છે. ત્યારે અહીં ચંદૌલીમાં તેમણે જનસભા સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, મહાદેવના આશીર્વાદથી દેશ આજે એ નિર્ણય લઈ રહ્યો છે જે પહેલા પાછળ છોડી દેવામાં આવતા હતા. જમ્મુ કાશ્મીરના આર્ટિકલ 370 હટાવવાના નિર્ણય હોય કે પછી સિટીજનશીપ એમેન્ડમેન્ટ એક્ટ હોય.
- વર્ષોથી આ નિર્ણયોની રાહ હતી. દેશહીતમાં આ નિર્ણયો જરૂરી હતા અને દુનિયાભરના દબાણો હોવા છતાં પણ આ નિર્ણય ઉપર ઊભા છીએ અને રહીશું.પીએમ મોદીએ કહ્યું હતું કે, અમારી સરકાર સમાજના છેવાડાના માણસ સુધી પહોંચવા માટે તેમને વિકાસનો લાભ પહોંચાડવા માટે સતત કામ કરી રહી છે. પરંતુ હવે સ્થિતિ બદલાઈ રહી છે.
- દેશ બદલાી રહ્યો છે. જે છેલ્લા સ્તર સુધી થઈ રહ્યું છે. તેને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. કાશી એક છે પરંતુ તેના રૂપ અનેક છે.જી.એસ.ટી લાગુ થવાથી દેશના લોજિસ્ટિક્સમાં વ્યાપક બદલાવ આવ્યો છે. હવે આ બદલાવને વધારે મજબૂત કરવામાં આવી રહ્યો છે. દેશમાં પહેલીવાર નેશનલ લોજિસ્ટિક પોલિસી તૈયાર કરવામાં આવી રહી છે. જેનાથી લઘુ ઉદ્યોગ વધારે સશક્ત બનશે.
- પીએમ મોદીના જણાવ્યા પ્રમાણે કાશીમાં આ મારો ત્રીજો કાર્યક્રમ છે. સૌથી પહેલા હું આધ્યાત્મક કુંભમાં હતો. પછી હું આધુનિકતાના કુંભમાં ગયો, બનારસ માટે સેકડો કરોડ રૂપિયાની યોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યું. હવે હું એક પ્રકારના સ્વરોજગરના કુંભમાં પહોંચ્યો છું. અહીં અલગ અલગ કલાકાર, શિલ્પકાર એક છત નીચે છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News