• નોઈડાની એક મહિલાને એક લાખ રૂપિયામાં પિઝા પડ્યો હતો. નોઈડામાં રહેનારી શ્વેતા નામની એક મહિલાએ ઓનલાઈન પિઝા મંગાવવો ભારે પડ્યો હતો. તેમણે જે નંબરથી ફોન કરીને પિઝા મંગાવ્યો હતો. એ નંબર થકી તેમના એકાઉન્ટમાંથી છેતરપિડી થઈ એક લાખ રૂપિયા ઉઠાવી લીધા હતા.
  • સાઈબર ફ્રોડની શિકાર બનેલી નોઈડાની મહિલા શ્વેતાનો આરોપ એ છે કે તેમને ઓનલાઈન ફૂડ સર્વિસ આપનારી કંપની Zomatoના કસ્ટમર કેર નંબર ઉપર ફોન કરીને પિઝા બુક કરાવ્યો હતો. જેના પૈસા પણ ચૂકવી દીધા હતા. ત્યારબાદ તરત જ તેમના યુપીઆઈ ખાતામાંથી 1 લાખ રૂપિયા ઉપડી ગયા હતા.
  • શ્વેતાએ આરોપ લગાવ્યો છે કે, જે યુપીઆઈ ખાતાથી છેતરપિંડી કરી પૈસા ઉપાડી લીધા હતા. જે ઝોમેટોની એપ સાથે લિંક કરીને રાખી હતી. આના થકી પહેલા પિઝાના પૈસા કપાયા અને પછી એક લાખ રૂપિયા ઉપડી ગયા.
  • શ્વેતાના જણાવ્યા પ્રમાણે ઝોમેટોના કસ્ટમર કેયરની તરફ પોતાના ઓર્ડરથી સંતુષ્ટ ન્હોતી એટલે રિફન્ડના પૈસા પાછા મેળવવા માટે એક લિંક મોકલી હતી. તેમણે જેવી જ એ લિંક ઉપર ક્લિક કર્યું તે તેમના યુપીઆઈ ખાતું હેક થયું ત્યારબાદ બે દિવસની અંદર એક લાખ રૂપિયા ઉપડી ગયા. ત્યારબાદ જાણકારી મળી હતી કે જે નંબર ઉપર તેમણે કોલ કર્યો હતો એ નંબરથી ઝોમેટોને કોઈ લેવા દેવા નથી.
  • ત્યારબાદ શ્વેતાએ પેટીએેમના ગ્રાહક સેવા અધિકારીને ફોન કર્યો કારણ કે તેમણે પેટીએમ થકી યુપીઆઈથી જોડાયેલા પોતાના ખાતામાંથી પેમેન્ટ કર્યું હતું. શ્વેતાએ બેન્કમાં પણ આ છેતરપિંડીની જાણકારી આપી હતી. ત્યારબાદ બેન્કે જણાવ્યું કે ઊપાડેલા પૈસા 8-9 બેન્કોના ખાતામાંથી મોકલવામાં આવ્યા છે.
  • આ સમગ્ર ઘટનાની પીડિતાએ માહિતી આપ્યા બાદ બેન્ક એ બધા ખાતાઓને બ્લોક કરી દીધા હતા. ત્યારબાદ શ્વેતાને વિશ્વાસ અપાવ્યો હતો કે તપાસ બાદ જો તેમનો દાવો સાયો નીકળશે તો તેમને પૈસા પાછા આપવામાં આવશે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024