Kitchen
સુરતના અમરોલી વિસ્તારમાં આવેલ ન્યુ કોસાડ રોડ ખાતે એક સોસાયટીમાં રહેતી પરિણીતાને છેલ્લા ત્રણ ચાર દિવસથી પાડોશમાં રહેતો અને મહાનગરપાલિકામાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતો યુવાન પ્રકાશ ચીમનભાઇ સોલંકી બિભત્સ ચેનચાળા કરતો હતો. યુવતી ઘરની બહાર નીકળે ત્યારે પ્રકાશ ઇશારા કરતો હતો. એટલું જ નહી પરંતુ યુવતી તેના રસોડા (Kitchen) માં કામ કરતી હતી ત્યારે પ્રકાશ રૂમમાં રૂમાલ વીંટાળી આવ્યો હતો અને પરિણીતાની સામે જ રૂમાલ કાઢી નગ્ન થઇ બિભત્સ ચેનચાળા કર્યા હતા.
જોકે, યુવતીએ તે સમયે તેના પતિને જાણ થાય તો મોટી માથાકૂટ થશે તેમ વિચારી રસોડા (Kitchen) ની બારી બંધ કરી દીધી હતી. જોકે, ત્યાર બાદ પણ પ્રકાશ પરિણીતાના ઘરની બહાર આંટા મારી ફોન કરવાનો ઈશારો કરતો હતો.
મહિલાને બિભત્સ ચેનચાળા કરી ફોન કરવાના પણ ઈશારા કરતા મહાનગરપાલિકામાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા પાડોશી યુવાન વિરુદ્ધ મહિલાની ફરિયાદના આધારે અમરોલી પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી હતી. જોકે, આ યુવાન અગાવ અન્ય કોઈ મહિલાની છેડતી કરી છે કે તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ઘરી છે.
- ટૂંકું ને ટચ : GST Council ની આજે યોજાશે બેઠક,આ વસ્તુઓ થઈ શકે છે મોંઘી…
- ટૂંકું ને ટચ : Dawood ઈબ્રાહિમ કરતા 27 વર્ષ નાની છે એની આ નવી પ્રેમિકા…
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.