Nikol :વસ્તુ લેવા આવેલી મહિલાના ગાલ પર દુકાનદારે બચકું ભરી લીધું

Nikol

 • અમદાવાદ શહેરના નિકોલ (Nikol) માં એક વિચિત્ર ઘટના સામે આવી છે.
 • અહીં એક મહિલાને દુકાનદારનો ખરાબ અનુભવ થયો હતો.
 • ફરિયાદ પ્રમાણે 30 વર્ષની મહિલા સાથે એક દુકાન માલિકે (મુકેશ પ્રજાપતિ) ખરાબ વર્તન કર્યું હતું.
 • દુકાને ખરીદી માટે આવેલી મહિલાને દુકાન માલિકે ગાલે બચકું ભરી લીધું હતું।
 • તથા તેને બળજબરીથી સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો હતો.
 • મહિલા દુકાનદારને લાફો મારી ત્યાંથી ઘરે જતી રહી હતી.
 • આ મામલે પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
 • શહેરના નિકોલ (Nikol) વિસ્તારમાં રહેતી 30 વર્ષીય એક મહિલા નિકોલ પંચમમોલની બાજુમાં આવેલા ધનરાજ નોવેલ્ટી સ્ટોરમાં 15 દિવસ પહેલા ટિફિન ખરીદવા ગઈ હતી.
 • ત્યાર બાદમાં ટિફિન ઘરે જઈ અને બાદમાં નાનું લાગતા તેને બદલવા ગયા હતા.
 • પરંતુ દુકાનદારે ના પાડી હતી. મંગળવારે બપોરે ફરીથી મહિલા દુકાન પર જઈ અને ટિફિન માટે પૂછતાં દુકાનદારે ટિફિન નથી આવ્યું કહ્યું હતું.
 • પછી પાણીની બોટલ લીધી હતી અને બોટલ એક્ટિવાની ડેકીમાં મૂકી પૈસા આપવા ગઈ.
 • તો દુકાનદારે કંઈ જ બોલ્યા વગર મહિલાના બે હાથ પકડીને બળજબરીથી સ્પર્શ કરી બળ વાપરીને મહિલાના ડાબા ગાલ પર બચકું ભરી લીધું હતું.
 • મહિલાએ ગુસ્સામાં આવીને દુકાનદારને એક તમાચો મારી દીધો હતો.
 • મહિલાએ પોતાના ઘરે પતિને જાણ કરી હતી.
 • બાદમાં નિકોલ પોલીસ સ્ટેશનમાં દુકાનદાર  મુકેશ પ્રજાપતિ સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
 • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
 • Website :- Gujarati – Hindi – English
 • Facebook :- Like
 • Twitter :- Follow
 • YouTube :- Subscribe
 • Helo :- Follow
 • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

PTN News

Related Posts

‘મોદીજી! મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી તમારી અને મારી વચ્ચે થશે

‘મોદીજી! મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી તમારી અને મારી વચ્ચે થશે શિવસેના ના વડા ઉદ્ધવ ઠાકરેએ મુંબઈમાં જનસભાને સંબોધતા વડાપ્રધાન મોદીને પડકાર ફેંક્યો છે. મહારાષ્ટ્રમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઈને તેમણે કહ્યું કે,…

ભાવનગર : સિહોરમાં કાંસાના 5 વેપારીઓને ત્યાં સ્ટેટ જીએસટીના દરોડા

ભાવનગરના સિહોરમાં આજે સવારથી જ સ્ટેટ જીએસટીની ટીમો દ્વારા વાસણના પાંચ વેપારીઓને ત્યાં કરી હતી રેઈડ …. અચાનક તપાસથી વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો  In Sihore of Bhavnagar, the teams of…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

બિહારમાં થયો વધુ એક બ્રિજ જમીનદોસ્ત

બિહારમાં થયો વધુ એક બ્રિજ જમીનદોસ્ત

સાંસદ બન્યા બાદ ગેનીબેને ઘૂંઘટ તાણી સાસરીમાં પુષ્પવર્ષા કરી આભાર માન્યો

સાંસદ બન્યા બાદ ગેનીબેને ઘૂંઘટ તાણી સાસરીમાં પુષ્પવર્ષા કરી આભાર માન્યો

બાબા અમરનાથની પ્રથમ પૂજા, લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ વર્ચ્યુઅલ રીતે ભાગ લીધો

બાબા અમરનાથની પ્રથમ પૂજા, લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ વર્ચ્યુઅલ રીતે ભાગ લીધો

શું તમારે પણ ભોજનમાંથી વારંવાર વાળ નીકળે છે.. જો હા, તો હોય શકે છે તમારી કુંડળીમાં દોષ…

શું તમારે પણ ભોજનમાંથી વારંવાર વાળ નીકળે છે.. જો હા, તો હોય શકે છે તમારી કુંડળીમાં દોષ…

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર મલાઈકા અરોરાએ ફિટનેસ વીડિયો કર્યો શેર

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર મલાઈકા અરોરાએ ફિટનેસ વીડિયો કર્યો શેર

હવામાન શાસ્ત્રી અંબાલાલની વરસાદને લઈ આગાહી

હવામાન શાસ્ત્રી અંબાલાલની વરસાદને લઈ આગાહી
જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024