gangster vikas dubey

  • ઉત્તર પ્રદેશના કાનપુર શૂટઆઉટમાં 8 પોલીસ કર્મચારીઓની હત્યા મામલે ફરાર મોસ્ટ વૉન્ટેડ ગુનેગાર વિકાસ દુબે (gangster vikas dubey) પર હવે ઇનામની રકમ વધારી દીધી છે.
  • પહેલા તેના પર અઢી લાખ રૂપિયાનાં ઇનામની જાહેરાત હતી.
  • તો હવે આ ઈનામની રકમ 5 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે.
  • ઇનામ રાશિનાં આધારે હવે તે યૂપીનો સૌથી મોટો ગુનેગાર બની ગયો છે.
  • પહેલા 50 હજાર, ત્યારબાદ એક લાખ રૂપિયા, પછી અઢી લાખ અને હવે gangster vikas dubey ની જાણકારી આપનારને 5 લાખનું ઇનામ આપવામાં આવશે.
  • મળતી માહિતી મુજબ, ધરપકડમાં મોડું થવાના કારણે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઘણા જ નારાજ છે જેના કારણે ઇનામની રકમ વધારી દેવામાં આવી છે.
  • તો ઘટનાનાં 5 દિવસ બાદ પણ પોલીસ અને એસટીએફની અનેક ટીમો તેની ધરપકડ માટે લાગેલી છે.
  • પરંતુ હજુ સુધી gangster vikas dubey હાથમાં આવ્યો નથી.
  • બાઇક અને પ્રાઇવેટ માધ્યમથી તે સતત પોતાનું લોકેશન બદલી રહ્યો છે.
  • મંગળવારનાં હરિયાણાનાં ફરીદાબાદમાં તેનું લોકેશન મળ્યા બાદ હવે તેના દિલ્હી અને એનસીઆરમાં છુપાયો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
  • દિલ્હી, હરિયાણા અને એનસીઆરનાં બૉર્ડર વિસ્તારોમાં એલર્ટ કરી દેવામાં આવ્યું છે.
  • આ દરમિયાન હરિયાણા પોલીસે 3 જણની ધરપકડ કરી છે,
  • જેમાં એક પ્રભાત ઉર્ફે કાર્તિકેય છે જે તે દિવસે બિકરૂ ગામમાં થયેલા શૂટઆઉટમાં સામેલ હતો. તેની પાસેથી પોલીસથી ઝુંટવેલી પિસ્તોલ પણ મળી છે.
  • gangster vikas dubey બાદ મેરઠનો બદર સિંહ બદ્દો અને એનઆઈએ અધિકારી તંઝી અહમદ હત્યાકાંડમાં સામેલ શૂટર આશુતોષનું નામ સામેલ છે,
  • જેમના પર અઢી-અઢી લાખનું ઇનામ જાહેર છે.
  • આ પહેલા ડાકુ બાબુલી કોલ પર પણ 5 લાખનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતુ.
  • હત્યાકાંડ બાદથી જ પોલીસને ઊંઘતી રાખીને ફરાર ચાલી રહેલા અપરાધી વિકાસ દુબે પર ચોથીવાર ઇનામની રકમ વધારવામાં આવી છે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024