રામ જન્મભૂમિના કાર્યકારી અધ્યક્ષ ડૉ રામવિલાસ વેદાંતીએ શુક્રવારે જણાવ્યું કે, રામજન્મ ભૂમિ પર દુનિયાની કોઈ તાકાત મસ્જિદ નહીં બનાવી શકે. ડૉ વેદાંતીએ પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું કે, પાકિસ્તાન પ્રેરિત કેટલીક કટ્ટરપંથી તાકાતો આ કેસને લટકતો રાખીને દેશની સાંપ્રદાયિક શાંતિને ડહોળવાનો પ્રયત્ન કરી રહી છે. જો કે તેમને ખ્યાલ હોવો જોઈએ કે, રામ જન્મભૂમિ પરિસરમાં દુનિયાની કોઈ તાકાત મસ્જિદ નહીં બનાવી શકે.
પૂર્વ સાંસદ વેદાંતીએ જણાવ્યું કે, રામ જન્મભૂમિ પર ખોદકામ દરમિયાન 12 ભગવાનોની મૂર્તિ નીકળી હતી અને મસ્જિદ સબંધી કોઈ પ્રમાણ નથી પ્રાપ્ત થયું. તેમણે જણાવ્યું કે, અયોધ્યામાં મંદિર તોડીને મસ્જિદના ગુંબજ બનાવવામાં આવ્યું હતું. જે રીતે પાકિસ્તાન અને મલેશિયામાં ઘણાં સમય પહેલા તોડવામાં આવેલા મંદિરોના સ્થાને ફરીથી મંદિર બનાવી દેવામાં આવ્યા, એજ રીતે ભારતમાં કેમ ના થઈ શકે?
વેદાંતીએ જણાવ્યું કે, દેશના 80 ટકા મુસ્લિમ આ વિવાદના જલ્દી સમાધાનના પક્ષમાં છે. તેઓ પણ જન્મભૂમિ પર રામ મંદિર જોવા ઈચ્છે છે. જો કે સુન્ની વક્ફ બોર્ડ આ મામલે લોકોને ગુંચવી રહ્યા છે. જેથી દેશની શાંતિ ડહોળી શકાય. આ માટે તેમને પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓ પાસેથી ભંડોળ મળે છે. શિયા વક્ફબોર્ડના ચેરમેન વસીમ રિઝવી આ અંગે પહેલા જ નિવેદન આપી ચૂક્યા છે.
તેમણે જણાવ્યું કે, કાશી, મથુરા અને અયોધ્યા સહિત દેશભરમાં 30 હજારથી વધુ મંદિરોને તોડીને મસ્જિદ બનાવવામાં આવે, પરંતુ સંત સમાજે ક્યારેય પણ 30 હજાર મંદિરોની માંગ નથી કરી. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ગુરૂ મહંત અવેદ્યનાથ સહિત દેશના સંતોએ માત્ર ત્રણ મંદિરોની માંગનો પ્રસ્તાવ રાખ્યો હતો. જેમાં કાશીમાં વિશ્વનાથ મંદિર, મથુરાની કૃષ્ણ જન્મભૂમિ અને રામ જન્મભૂમિ પર ભવ્ય મંદિરનું નિર્માણ સામેલ છે.
આ પ્રસ્તાવ પર વિશ્વ હિંદૂ પરિષદના પૂર્વ કાર્યકારી અધ્યક્ષ અશોક સિંઘલ અને રામ જન્મભૂમિ ન્યાસના અધ્યક્ષ રહેલા રામચંન્દ્ર પરમહંસ દાસના હસ્તાક્ષર છે. તે સમયે સુન્ની વક્ફ બોર્ડના અધ્યક્ષ સૈયદ શહાબુદ્દીને જણાવ્યું હતું કે, જો તે સાબિત થઈ જશે કે, વિવાદિત ભૂમિ પર મંદિરના અવશેષ મળ્યા છે, તો તેમને મંદિરના નિર્માણ પર કોઈ વાંધો નથી. સૈયદ શહાબુદ્દીન હાલ જીવિત નથી, પરંતુ સુન્ની વક્ફ બોર્ડના પ્રમાણ મળ્યા બાદ હાઈકોર્ટમાંથી પોતાનો દાવો પરત ખેંચી લેવો જોઈતો હતો. જો કે તેમણે એવું નથી કર્યું.
ડૉ વેદાંતીએ જણાવ્યું કે, કેટલાક કટ્ટરપંથી મુસલમાનોને છોડીને તમામ મસ્લિમો ઈચ્છે છે કે, રામ જન્મભૂમિ પર રામલલ્લાનું મંદિર બને. પાકિસ્તાન નથી ઈચ્છતું કે, આપણા દેશમાં શાંતિ રહે. શિયા વક્ફ બોર્ડ પહેલા જ પોતાની ઈચ્છા વ્યક્ત કરી ચૂક્યું છે કે, અયોધ્યામાં મંદિર અને લખનઉમાં શિય બહુમતી ધરાવતા વિસ્તારમાં મસ્જિદ બનાવી દેવામાં આવે. જો કે તે બાબરના નામ પર ના હોવી જોઈએ.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.