North Korea
ઉત્તર કોરિયા (North Korea) ના કિમ જોંગ પાડોશી દેશ દક્ષિણ કોરિયાની માફી માંગી છે. કારણકે ઉત્તર કોરિયાના સૈનિકોએ દક્ષિણ કોરિયાના એક અધિકારીને ગોળી મારી દીધી હતી અને તેના મૃતદેહને સળગાવીને દરિયામાં ફેંકી દીધો હતો. ત્યારબાદ કિમ જોંગે માફી માંગી છે.
દરિયામાં માછલી પકડવા માટે ગેરકાયદેસર રીતે દક્ષિણ કોરીયાની દરિયાઈ સીમામાં ઘૂસી જતી બોટો પર નજર રાખવા માટે નિમાયેલા અધિકારી સૂહ હુન લાપતા થઈ ગયા હતા અને મંગળવારે ઉત્તર કોરિયાના તટ પર દેખાયા હતા.ઉત્તર કોરિયા સુધી તેઓ કેવી રીતે પહોંચ્યા તે હજી ખબર પડી નથી.એ પછી તેમની હત્યા કરી દેવાઈ હતી.
આ પણ જુઓ : કૃષિ બિલોના વિરોધમાં આજે ખેડૂતો રસ્તા પર ઉતરશે
એવુ મનાય છે કે, કોરોના વાયરસ દેશમાં ના પ્રવેશે તે માટે ઉત્તર કોરિયાએ સરહદો સીલ કરી કોઈ પણ વ્યક્તિને જોતા જ ગોળી મારવાનો આદેશ આપ્યો છે. જેના ભાગરુપે સૂહ હુનને પણ ગોળી મારીને હત્યા કરી દેવાઈ હતી.
આ પણ જુઓ : રાજસ્થાનમાં શિક્ષકોની ભરતીના મુદ્દે આંદોલનકારી રોષે ભરાયા
દક્ષિણ કોરિયાના રાષ્ટ્પતિ કાર્યાલયના નિવેદન પ્રમાણે કિમ જોંગે કહ્યુ હતુ કે, દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન અને દક્ષિણ કોરિયાના લોકોને નિરાશ કરવા બદલ હું માફી માંગું છું.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.