Veer Narmad University
સુરતની વીર નર્મદ યુનિવર્સિટીમાં M.Com ની પરીક્ષાનું પેપર વોટ્સએપમાં ફરતુ થતા વિવાદ સર્જાયો છે. એકાઉન્ટનું પેપર પરીક્ષા પહેલા જ ફરતું થતા શહેરમાં ચકચાર મચી જવા પામ્યો છે તેમજ યુનિવર્સિટી સામે અનેક સવાલો ઉભા થયા છે. જો કે યુનિવર્સિટીએ માર્ચ મહિનામાં જ પરીક્ષાના પેપર તૈયાર કર્યા હતા.
આજે વહેલી સવારે સુરતની વીર નર્મદ યુનિવર્સિટી (Veer Narmad University માં MComની પરીક્ષાનું પેપર ફરતું થયું હોવાનું જાણકારી મળી છે. વીર નર્મદ યુનિવર્સિટી સલગ્ન M.COMની પરીક્ષામાં એકાઉન્ટનું પેપર સોશિયલ મીડિયામાં ફરતું થયું છે. પરીક્ષા પહેલા જ પેપર વોટ્સએપ પર ફરતું થતા હોબાળો થયો હતો.
- New Civil હોસ્પિટલમાં ઓક્સિજન સિલિન્ડરમાં થયો બ્લાસ્ટ: સુરત
- Lawyer: ગુજરાત સરકાર વકીલોને આપશે રૂ.2.50 લાખ સુધીની લોન
ઉપરાંત ઓફલાઇન યોજાયેલી પરીક્ષામાં વાયરલ થયેલ પેપરની કોપી હોવાની ચર્ચા પણ ચાલી રહી છે. ધંધુકાના નામે વોટ્સએપમાં વાયરલ થયેલ પેપરના સિલેબશ અને દાખલા પૂછવામાં આવ્યા છે.
નોંધનીય છે કે, ગઈકાલે યોજાયેલ પરીક્ષામાં ધંધુકાનું પેપર જે વોટ્સએપમાં ફરતું હતું તેની જ કોપી પુછાય છે. જો કે, તેમાં ખુલાસો થયો છે કે (Veer Narmad University) યુનિવર્સિટીએ માર્ચ મહિનામાં જ પરીક્ષાના પેપર તૈયાર કર્યા હતા. આ ઉપરાંત પેપર સેટરે કોપી પેસ્ટ કરી વેઠ ઉતારી હોવાની પણ ચર્ચા ચાલી રહી છે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.