ઇડર : આચાર્યએ 16 વિદ્યાર્થિનીઓને માર મારવાની ઘટના, દારૂનાં નશામાં હોવાનો આક્ષેપ.

પોસ્ટ કેવી લાગી?
  • કડીયાદરા કેળવણી મંડળ સંચાલિત સી.કે.અજમેરામાં ગત શનિવારે ધોરણ 6ની વિદ્યાર્થિનીઓને આચાર્યએ માર મારતાં ઘણો હોબાળો થયો હતો.
  • વાલીઓ અને વિદ્યાર્થિનીઓએ આ અંગેની કેળવણી મંડળને ફરિયાદ પણ કરી હતી.
  • આ ફરિયાદમાં લેખિતમાં આક્ષેપ કરવામાં આવ્યાં હતાં કે, આચાર્ય સેંધાભાઇ એમ રબારીએ દારૂનાં નશામાં 16 વિદ્યાર્થિનીઓને માર માર્યો હતો અને તેમને 50-50 ઉઠક બેઠક પણ કરાવી હતી.
  • જે બાદ તમામને સિવિલમાં સારવાર માટે લઇ જવાયા હતાં.

આક્ષેપ કરતાં જણાવ્યું છે કે, શનિવારે દારૂનો નશો કરીને આવેલા આચાર્યે વિદ્યાર્થિનીઓને સોટીથી માર માર્યો.

  • મળતી માહિતી પ્રમાણે કડીયાદરાની કેળવણી મંડળ સંચાલિત સી.કે. અજમેરા શાળામાં વિદ્યાર્થિનીઓ અને તેમના વાલીઓએ આચાર્ય સેંધાભાઇ એમ. રબારી પર ગંભીર આક્ષેપ કર્યો છે.
  • તેમણે આક્ષેપ કરતાં જણાવ્યું છે કે, શનિવારે દારૂનો નશો કરીને આવેલા આચાર્યે વિદ્યાર્થિનીઓને સોટીથી માર માર્યો. જે બાદ તે તમામ વિદ્યાર્થિનીઓને 50-50 ઉઠક બેઠક કરાવી હતી.
  • તેઓ આવું વારંવાર કરે છે. વાલીઓએ ફરિયાદમાં આગળ લખ્યું છે કે, છોકરીઓને લાગે છે કે સાહેબ દારૂનું સેવન કરીને આવે છે.
વાલીઓએ લેખિતમાં ફરિયાદ કરી
  • આ અંગે આચાર્ય, સેંધાભાઇ. એમ. રબારીએ કહ્યું કે, ‘ચાલુ ક્લાસમાં બધા ડાન્સ કરી શોરગુલ કરતા હોવાની એક છોકરાએ ફરિયાદ કરતા ક્લાસમાં તોફાન કરતા બાળકોને સોટી અડાડી હતી.
  • તેમાં મારી ભાણી પણ હતી સંસ્થાને બદનામ કરવા ખોટા આક્ષેપ થઇ રહ્યા છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures