30 મેના રોજ થલતેજમાં રહેતી સગીરા મોર્નિંગ વોક માટે ગઈ હતી. તે દરમિયાન પાછળથી એક બાઈક પર આવેલા શખ્સે તેના છાતીના ભાગે છેડતી કરીને ફરાર થઈ ગયો હતો. પીડિત સગીરાએ આ શખ્સની ઓળખ કરી લીધી છે. પીડિતા મુજબ છેડતી કરનારો શખ્સ પાર્શ્વ શાહ છે.
આ સિવાય એક બીજી સગીરાએ પણ 29 જાન્યુઆરી 2018ના રોજ પાર્શ્વ શાહે તેણીની છેડતી કરી હોવાનો આરોપ મુકી પોલીસ ફરિયાદ કરી છે. 2018ની ઘટનામાં પણ પાર્શ્વ શાહ જ આરોપી છે કે કેમ? તે અંગે આજે તેની ઓળખ પરેડ કરવામાં આવશે.
પાર્શ્વ સામે જો વધુ કેસ નોંધાશે તો વધુ સમય જેલમાં રહેશે
પાર્શ્વ પરિણીત અને બે સંતાનોનો પિતા છે. આ મામલે હાલ પાર્શ્વની પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્શુઅલ ઓફેન્સિસ (POCSO) અંતર્ગત ધરપકડ થઈ છે. આમ પોક્સોની જોગવાઈ મુજબ તે જામીન પર છૂટી શકશે નહીં. તેને છેડતી મામલે તેને 6થી 10 વર્ષની જેલની સજા થઈ શકે છે. જો 2018ની ઘટનામાં પણ પાર્શ્વ શાહ જ આરોપી હોય તો આ ગુનામાં પણ તેની બીજી વાર ધરપકડ કરવામાં આવશે. અને તે વધુ સમય જેલમાં રહી શકે છે.
29 જાન્યુઆરી 2018માં પણ એક બાળકીની છેડતી થઈ હતી
થલતેજની સગીરાની છેડતીની જાણ થતા અન્ય એક બાળકીએ પોતાની સાથે 29 જાન્યુઆરી 2018ના રોજ મારી છેડતી થઈ હતી. બાળકીના પિતાએ જણાવ્યા મુજબ તેમની દીકરી તેમના ફ્લેટના મેનગેટ પાસે સ્કૂલ બસ માટે રાહ જોતી હતી.
બાળકીએ તેમના માતા-પિતાને જણાવ્યું કે એક લાંબો અને ટકલો માણસ મારી નજીકથી બાઈક લઈને પસાર થયો હતો. તે દેખાવામાં ખુબ જ ડરામણો હતો. તે થોડો આગળ જઈને પરત મારી તરફ આવ્યો અને તેને અચાનક જ મારા છાતીના ભાગે છેડતી કરીને જતો રહ્યો હતો. ત્યારબાદ બાળકીએ સ્કૂલબસમાં બેસીને તેના માતા-પિતાને ફોન કરીને ઘટના વિશે જણાવ્યું હતું.
ત્યારબાદ સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા. જેમાં એક ટકલો માણસ બ્લૂ બાઈક પર બેસેલો જોવા મળ્યો હતો. જેમાં સામે આવ્યું કે તેની બાઈક પર રજિસ્ટ્રેશન નંબર જ નહોતો. આ મામલે દોઢ વર્ષ બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ ઘટના પાર્શ્વ શાહે જ છેડતી કરી હતી કે કેમ? તે માટે આજે ભોગ બનનાર સગીરાને પોલીસ સ્ટેશન બોલાવી આરોપીની ઓળખ પરેડ કરવામાં આવશે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.