મહેસાણાનો આ પરિવાર છેલ્લા 24 વર્ષથી વરસાદી પાણીનો પીવા માટે ઉપયોગ કરે છે, જે જોતા સાચા અર્થમાં જળ એ જ જીવનની ઉક્તિ આ પરિવારે સાર્થક કરીને લોકો માટે એક નવો રાહ ચીંધ્યો છે.

વિજ્ઞાનથી લઇને ધાર્મિક પુસ્તકોમાં વરસાદના એક ટીપાના જતન માટે ઘણું લખ્યું છે અને એ જ જળ આવનારા સમયમાં જીવન પણ આપી જ જાણે છે તેવામાં મહેસાણાના એક પાટીદાર પરિવાર વરસાદના એક એક ટીપાને સાચવીને બારે માસ રોજિંદા વપરાશમાં લઇ રહ્યો છે.

વરસાદી પાણીના સદ ઉપયોગ થકી મહેસાણાના આ પાટીદારે નવો ચીલો ચાતરી જાણ્યો છે, મહેસાણાના પાટીદાર અને મહેસાણા એ.પી.એમ.સી ના ચેરમેન અને પૂર્વ ભાજપના મંત્રીએ છેલ્લા 24 વર્ષથી વરસાદી પાણીને બાર માસ સુધી સાચવીને તેના રસપાન થકી પરિવાર ને નિરોગી બનાવી જાણ્યું છે. આજે ઈઝરાઈલમાં સૌથી ઓછો વરસાદ પડે છે પરંતુ તેજ વરસાદના એક એક ટીપાને તેઓ સાચવીને વિશ્વની સૌથી સારી ખેતી કરીને નામના મેળવી જાણી છે. આવી જ રીતે મહેસાણામાં છેલ્લા 24 વર્ષ પહેલા આવા જ વરસાદના વેડફાતા પાણીને બચાવીને કેવી રીતે સદ્ઉપયોગ થઈ શકે છે તે માટે મહેસાણાના શાંતિકુંજ સોયસાયટીમાં રહેતા ખોડા ભાઈ પટેલે ઉત્તમ ઉદાહરણ રૂપ બન્યા છે.

ખોડાભાઈ પટેલનો પરિવાર સામાન્ય રીતે સુખી અને સંપન્ન પરિવાર છે, પરંતુ કુદરતી સંપત્તિ એવા મેઘજળનું મહત્વ તેમને આજથી 24 વર્ષ પહેલાં સમજી લીધું હતું. ખોડાભાઈએ જ્યારે પોતાનું મકાન બની રહ્યું હતું ત્યારે જ ભૂગર્ભમાં વરસાદનું પાણી સંગ્રહ કરવાનું મન બનાવી લીધું હતું.

વરસાદ જ્યારે ચોમાસામાં તેમના ઘર પર પડે છે ત્યારે ગેલરીઓ અને મુખ્ય છત પરનું વરસાદી પાણી એક પાઇપ મારફતે મકાનની નીચે ભૂગર્ભની ટાંકીમાં જમા કરવામાં આવે છે અને તેમાં પણ ખાસ નક્ષત્રનું પાણી લઈને બારે માસ પાણી તે જીવન જરૂરિયાતના સમયે વાપરવામાં આવે છે. જે 35 હજાર લીટરના વિશાળ ટાંકામાં ભરાતું પાણી સમગ્ર વર્ષ દરમિયાન પીવા માટે અને રાંધવા માટે ઉપયોગ કરવામાં આવે છે.

એક તરફ કામની વ્યસ્તતામાં લોકોને સ્વાસ્થ્યની જાળવણી ભુલાઈ ગઈ છે અને શુદ્ધ પાણી માટે કહેવા માત્રના મિનરલ વોટર એટલે કે, ROનું પાણી પી રહ્યા છે. જો કે, ROના પાણી પીવા છતાં પરિણામે ઘૂંટણનો દુખાવો, પેટની પીડા, હડકાનું દર્દ અને કેન્સર સહિતની અસર પણ વરતાય છે અને આવું ro વાળું પાણી બીમારીઓ તો આવે જ છે, ત્યારે નિરોગી સ્વાસ્થ્ય માટે વરસાદનું સંગ્રહ કરેલું આ પાણી ખોડાભાઈ માટે અમૃત સમાન સાબિત થઈ રહ્યું છે.

અમૃત રૂપી મેઘજળનું મહેસાણાનો આ પરિવાર છેલ્લા 24 વર્ષથી ઉપયોગ કરે છે જે જોતા સાચા અર્થમાં જળ એજ જીવનની ઉક્તિ આ પરિવારે સાર્થક કરીને લોકો માટે એક નવો રાહ ચીંધ્યો છે.

ખોડાભાઈ પટેલનો પરિવાર સામાન્ય રીતે સુખી અને સંપન્ન પરિવાર છે, પરંતુ કુદરતી સંપત્તિ એવા મેઘજળનું મહત્વ તેમને આજથી 24 વર્ષ પહેલાં સમજી લીધું હતું.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024