rickshaws
- આજથી રિક્ષામાં ડ્રાઈવર અને મુસાફર વચ્ચે પ્લાસ્ટીક કે કાપડનો પડદો લગાવવો ફરજિયાત
- પાટણ રિક્ષા એસોસિએશનના હોદ્દેદારો સાથે બેઠક યોજી રિક્ષાઓ (rickshaws) માં સામાજીક અંતર જળવાય તે માટે મદદનીશ કલેક્ટરશ્રીએ આપી સુચના
- અનલૉક-૨ ના પગલે જરૂરી છૂટછાટ સાથે ધંધા-રોજગાર શરૂ કરવાની પરવાનગી સાથે બજારો ખુલ્યા છે
- ત્યારે જાહેરહિતને ધ્યાને લઈ રિક્ષાચાલકો દ્વારા રિક્ષા (rickshaws) માં પડદો લગાવવામાં આવે તે બાબતે સુચના આપવા મદદનીશ કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરે દ્વારા પાટણ રિક્ષા એસોસિએશનના હોદ્દેદારો સાથે બેઠક યોજાવામાં આવી હતી.
- દૂધ અને શાકભાજીના ફેરિયાઓની જેમ રિક્ષાચાલકો એક કરતાં વધુ લોકોના સંપર્કમાં આવતા હોય છે.
- જેને લઈ જો તેઓ એકવાર સંક્રમિત થાય તો સુપર સ્પ્રેડર તરીકે હજારો લોકોને સંક્રમિત કરી શકે છે.
- આવા સંભવિત સંક્રમણની શક્યતાઓ ટાળવા પાટણ શહેરમાં પરિવહનની સેવા આપતી તમામ રિક્ષાઓ (rickshaws) માં પ્લાસ્ટિક કે કાપડનો પડદો ફરજિયાત કરવામાં આવ્યો છે.
- રિક્ષાચાલક અને મુસાફરની વચ્ચે સામાજીક અંતર જળવાય તે માટે સાવચેતીના ભાગરૂપે વચ્ચેના ભાગે પડદો લગાવવા મદદનીશ કલેક્ટરશ્રી દ્વારા હુકમ કરવામાં આવ્યો છે.
- ધ ગુજરાત એપેડેમિક રેગ્યુલેશન-૨૦૨૦ સંદર્ભે આ હુકમની અવજ્ઞા કરનાર વિરૂદ્ધ ડિઝાસ્ટર એક્ટ, ૨૦૦૫ની કલમ-૫૬ થી ૬૦ તેમજ આઈ.પી.સી.ની કલમ-૧૮૮ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.
- પાટણ પછી વધુ એક જિલ્લાના શહેરે લીધો લોકડાઉનનો મોટો નિર્ણય,બપોર 3 વાગ્યાથી…
- મોટાભાઈએ નાનાભાઈની પત્ની સાથે મળીને કર્યું કાંઈક એવું કે જાણીને ચોકી જશો…
- ફી નહીં તો Online શિક્ષણ પણ નહીં, સ્કૂલ સંચાલકોનો ઊંધો દાવ
- COVID-19 vaccine ની કિંમત પ્રતિ ડોઝ 1000 રૂપિયા: અદર પૂનાવાલા
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- PTN News App – Download Now
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Sharechat :- Follow