લોકલ ક્રાઇમ બ્રાન્ચ પાટણ
પાટણ સીટી બી ડીવી. પો.સ્ટે. ની હદમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો નંગ-૪૦૫ કી.રૂ.૩૩,૨૧૦/- તથા ગાડી કી.રૂ.૧,૦૦,૦૦૦/- સાથે કુલ કી.રૂ. ૧,૩૩,૨૧૦/- નો મુદ્દામાલ ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમ પાટણ

  • પોલીસ મહાનિરીક્ષક શ્રી બોર્ડર રેન્જ ભુજની સુચના આધારે પોલીસ અધિક્ષક શ્રી શોભા ભુતડા (IPS) સાહેબ નાઓએ ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર શ્રી કે. એમ. પ્રિયદર્શી સાહેબ એલ.સી.બી.પાટણ નાઓને આગામી ચુંટણી અનુસંધાને ખાસ પેટ્રોલીંગ રાખી દારૂ ની હેરાફેરી થતી અટકાવી વધુમાં વધુ કેશો શોધી કાઢવા સુચના કરેલી.
  • જે અનુસંધાને પોલીસ સબ ઇન્સપેકટર શ્રી વાય.કે.ઝાલા સાહેબ તથા અ.હેડ.કોન્સ. કિર્તિસિંહ અનુજી તથા અ.પો.કોન્સ. કુલદીપકુમાર લક્ષ્મીદાસ તથા અ.પો.કોન્સ. મહેન્દ્રસિંહ શંભુજી તથા અ.પો.કો. જીતેન્દ્રકુમાર ગોવિંદભાઇ તથા અ.પો.કોન્સ. રોહિતકુમાર લક્ષ્મણભાઇ એ રીતેના પેટ્રોલીંગમાં હતા
  • તે દરમ્યાન અ.પો.કો. જીતેન્દ્રકુમાર ગોવિંદભાઇ નાઓને મળેલ બાતમી આધારે પંચો સાથે એલ.સી.બી.પોલીસ સ્ટાફના માણસો અઘાર ગામે કેમ્પ ખાતે વોચમાં રહેતાં સેન્ટ્રો ગાડી નંબર-જી.જે.૧.એચ.એ.૭૪૧૪ નો ચાલક પોલીસ ને જોઇ પોતાની ગાડી લઇ નાઠેલ જેનો પીછો કરતાં સદર ગાડી નો અજાણ્યો ચાલક તથા ઠાકોર ઉમેદસંગ વિજાજી રહે. અઘાર વાળા ઉપરોક્ત ગાડીમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની ૧૮૦ મીલીની કાચની બોટલો નંગ-૪૦૫ કી.રૂ.૩૩,૨૧૦/- નો વિદેશી દારૂનો જથ્થો રાખી ગાડી કી.રૂ.૧,૦૦,૦૦૦/- સાથે કુલ કી.રૂ. ૧,૩૩,૨૧૦/- નો મુદ્દામાલ રાખી રેઇડ દરમ્યાન શીહોરી ત્રણ રસ્તા થઇ શિહોરી રોડ ઉપર આશરે ૫૦૦ મીટર દુર મેલડીમાં વાળા મોટા મારગ ઉપર પટેલ પુનાભાઇના બોર નજીક ગાડી મુકી નાશી ગયેલ
  • સદરી બન્ને વિરૂધ્ધમાં પાટણ સીટી બી ડીવી. પો.સ્ટે.માં ગુનો રજી કરાવી આગળની તપાસ તજવીજ પાટણ સીટી બી ડીવી. પો.સ્ટે. ને સોપેલ છે.