કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ અલ્પેશ ઠાકોરનો વિરોધ થઇ રહ્યો છે.

  • ઠાકોર સેનાના કાર્યકરોમાં અલ્પેશ ઠાકોર સામે રોષ જોવા મળી રહ્યો છે.
  • ચાણસ્મા ખાતે ઠાકોર એકતા સમિતિ દ્વારા અલ્પેશ ઠાકોરનો વિરોધ કરાયો છે.

ઠાકોર એકતા સમિત નો આક્ષેપ છે કે, અલ્પેશ ઠાકોર સમાજને હાથો બનાવી સમાજમાં ભાગલા પડાવે છે. ઉપરાંત અલ્પેશ ઠાકોર દ્વારા સભ્ય ફીના નામે ઉઘરાવેલા 100 રૂપિયાનો આજ દિન સુધી કોઇ હિસાબ નથી અપાયો. લાખો રૂપિયા ચાઉં કરી ગયા હોવાનો સેનાની એકતા સમિતિએ આક્ષેપ કર્યો છે.

અખિલ ક્ષત્રિય ઠાકોર એકતા સમિતી દ્વારા ચાણસ્મા ખાતે કરવામાં આવ્યો વિરોધ

  • અલ્પેશ ઠાકોર નો કરવામાં આવ્યો વિરોધ
  • અલ્પેશ ઠાકોર વારે ઘડીએ પોતાનું સ્ટેન્ડ બદલતાં હવે ઠાકોર સમાજ નાં સંગઠનો આવ્યા અલ્પેશની સામે
  • સમિતિનાં આગેવાનો કાર્યકરોએ કર્યો અલ્પેશ ઠાકોરનો વિરોધ
  • પોતાના અંગત સ્વાર્થ માટે અંગત હિત સાધવા અલ્પેશ ઠાકોરે સમાજનો ઉપયોગ કર્યો તેવા સમિતિએ કર્યા આક્ષેપ
  • અલ્પેશ ઠાકોર સમાજ પાસેથી ખોટું બોલીને સભ્ય ફીના નામે પૈસા ઉધરાવી ગયો તેવા લાગ્યા આક્ષેપ
  • અલ્પેશ ઠાકોરે સમાજ માટે કાંઈ નથી કર્યું ફક્ત પોતાના અંગત હિત ખાતર રાજનીતિ કરી છે તેવા લાગ્યા આક્ષેપ

અલ્પેશ ઠાકોરનું ધરાસભ્યપદ છીનવવા કોંગ્રેસે ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. 7 જેટલા વકીલોની ટીમ દ્વારા આ ડ્રાફ્ટ તૈયાર કરાયો છે. મજબૂત કાયદાકીય લડત માટે તમામ શક્યતાઓને ધ્યાનમાં રાખીને ડ્રાફ્ટ તૈયાર કરાયો છે. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની ડ્રાફ્ટને મંજૂરી મળતા કોંગ્રેસ કાર્યવાહી શરૂ કરશે. અલ્પેશ ઠાકોરનું ધરાસભ્યપદ છીનવવા કોંગ્રેસ સોમવારે મેદાને ઉતરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024