Pm Modi Live : પ્રચંડ જીત બાદ નરેન્દ્ર મોદી પહેલીવાર દિલ્હી થી લાઈવ.

- Advertisement -

This browser does not support the video element.

ભાજપ અધ્યક્ષ અમિત શાહે કહ્યું કે, “આ જીત આખા દેશની જીત છે. દેશના યુવાનો, ગરીબ, ખેડૂતોની આશાઓની જીત છે. આ ભવ્ય વિજય વડાપ્રધાન મોદીજીના પાંચ વર્ષના વિકાસ અને મજબૂત નેતૃત્વમાં જનતાના વિશ્વાસની જીત છે. હું ભાજપના કરોડો કાર્યકર્તાઓ તરફથી નરેન્દ્ર મોદીજીને હાર્દિક અભિનંદ પાઠવું છું.” લાલકૃષ્ણ અડવાણીએ કહ્યું- ચૂંટણીમાં આ અભૂતપૂર્વ જીત અને ભાજપને આગળ વધારવા માટે નરેન્દ્રભાઈ મોદીને હાર્દિક અભિનંદન. ભાજપ અધ્યક્ષ તરીકે અમિતભાઈ શાહ અને પાર્ટીના તમામ સમર્પિત કાર્યકર્તાઓએ તે સુનિશ્ચિત કરવાનો સારો પ્રયાસ કર્યો કે ભાજપનો સંદેશ દરેક મતદાત સુધી પહોંચ્યો.

વિદેશ મંત્રી સુષમા સ્વરાજે રુઝાનો પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, એકવાર ફરીથી ભાજપને જીત અપાવવા માટે મોદીજીને અભિનંદન. બીજી તરફ, ભોપાલથી દિગ્વિજય સિંહ વિરૂદ્ધ આગળ ચાલી રહેલા ભાજપ ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞાએ કહ્યું કે, જીત નિશ્ચિત છે. અધર્મનો નાશ થશે.શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે, “મેં પહેલાં જ કહ્યું હતું કે પ્રજ્ઞા આ ચૂંટણી જીતશે. તમે જ માનતા ન હતા. કોંગ્રેસે ચાર મહિનામાં પ્રદેશને પાછળ કરી દીધું. જનતા કહેતી હતી કે મામા, લોકસભા ચૂંટણીમાં બદલો લેશે. કોંગ્રેસ પાસેથી વ્યાજ સહિત બદલો લીધો છે.”

લોકસભા ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. રુઝાનમાં NDAએ ફરી એક વખત ઐતિહાસિક બહુમતીથી તરફ આગળ વધી રહ્યાં છે. મોદીએ ટ્વીટ કર્યુ- સૌનો સાથ+સૌનો વિકાસ+સૌનો વિશ્વાસ= વિજ્યી ભારત.