- આપણા દેશમાં અનેક સરકારી વિભાગ છે. પરંતુ પોલીસ વિભાગ એક એવો સરકારી વિભાગ છે કે જે સીધો જ પબ્લિક સાથે ડાયરેક્ટ કનેક્ટ થાય છે.
- જેના કારણે અનેકવાર પોલીસ વિભાગની નબળી કામગીરી, નકારાત્મક વલણ રૂપી સમાચારો લોકો સુધી પહોંચતા હોય છે. તો સાથે જ અવારનવાર એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા કોઈ પોલીસ અધિકારીને લાંચ લેતા ઝડપી પાડયા હોવાના સમાચાર અવાર નવાર માધ્યમોમાં પ્રસારિત થતા હોય છે.
- શુક્રવારના રોજ રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ માં સબ પોલીસ ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા મહંમદ અસલમ અન્સારી નામના અધિકારીનું બહુમાન કરવામાં આવ્યું હતું.
- રાજકોટ શહેર પોલીસને એક સોની વેપારીએ લોકો સાથે છેતરપિંડી કરી હોવાની અરજી મળી હતી.
- જે અંગે રાજકોટ ક્રાઇમબ્રાંચના એસીપી જયદીપ સરવૈયા દ્વારા અરજીની તપાસ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના સબ પોલીસ ઇન્સ્પેક્ટર અસલમ અન્સારીને આપવામાં આવી હતી.
- અરજી આપતા સમયે અરજદારે પોલીસને જણાવ્યું હતું કે જો સોની વેપારીને પોલીસ કાર્યવાહીની જાણ થશે તો તે પોતાનું ઘર છોડીને નાસી જશે.
- જેના કારણે સોનીને પોલીસ સ્ટેશને બોલાવવાને બદલે સબ પોલીસ ઇન્સ્પેક્ટર અને તેમની ટીમ જામનગર ખાતે સોનીના ઘરે પહોંચી હતી.
- પરંતુ જ્યારે પોલીસની ટીમ સોનીના ઘરે પહોંચી ત્યારે પોલીસ પણ સોની વેપારી અને તેના પરિવારની દારુણ સ્થિતિ જોઈ સ્તબ્ધ થઈ ગયો હતો.
- જેમના વિરુદ્ધ છેતરપિંડીની અરજી પોલીસને આપવામાં આવી હતી. તે તપાસમાં પોલીસની સામે આવ્યું કે સોની દ્વારા કોઈ છેતરપિંડી કરવામાં નથી આવી પરંતુ વેપારમાં ખોટ જવાને કારણે તે નાણા ચૂકવી શક્યો નથી.
- આડોશપાડોશ ના લોકો સાથે વાતચીત કરતાં પોલીસને માલૂમ પડ્યું કે સમયાંતરે આડોશ પાડોશ ના લોકો જ અનાજ સહિતની તમામ ચીજવસ્તુઓ ની મદદ સોની પરિવારને કરે છે.
- પોલીસ છેતરપિંડીની અરજી અંગે જ્યારે સોની નું નિવેદન નોંધી રહી હતી તે સમયે એક નાનકડી છોકરી ઘરમાં ઊભી ને બધું જ જોઈ રહી હતી પરંતુ તે દસ વર્ષની દીકરીના ચહેરા પર કોઈ ભાવ સ્પષ્ટ નહોતો થઈ રહ્યો. ત્યારે તપાસ અર્થે આવેલા સબ પોલીસ ઇન્સ્પેક્ટર અન્સારીએ દીકરી આ અંગે સોની પરિવાર ને પૂછતાં તેમની આંખોમાં આંસુ વહેવા લાગ્યા હતા.
- જેમના વિરુદ્ધ છેતરપિંડીની અરજી પોલીસને મળી હતી તે સોનીએ પોલીસને જણાવ્યું કે તેમની 10 વર્ષની દીકરી સાંભળી શકતી નથી.
- પરિવારને પોતાની દીકરી નો ઈલાજ કરાવવો છે પરંતુ દીકરીની સારવાર કરાવવા માટે તેમની પાસે પૈસા નથી. ત્યારે પરિવારજનો ની વાત સાંભળતા સબ પોલીસ ઇન્સ્પેક્ટર ની ટીમે એક જ સૂરમાં વાત કહ્યું આ દીકરીનો સારવારનો ખર્ચ આપણે ઉપાડીશુ.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News