- અત્યાર ના સમયમાં ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે રાજકોટમાં પણ આવો એક કિસ્સો જોવા મળ્યો છે.
- ત્યારે પોલીસ કમિશરનર મનોજ અગ્રવાલ પોતે રાત્રે તપાસ કરવા માટે નીકળ્યા હતા.
- પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સોમવારે રાત્રે સૌપ્રથમ પ્રદ્યુમનનગર પોલીસ મથકમાં પહોંચ્યાં હતાં, જ્યાં ચેકિંગ કરતા પીએસઓ પોતાની ફરજ દરમિયાન સિવિલ ડ્રેસમાં જોવા મળ્યા હતા.
- પોલીસ કમિશનરે માલવિયાનગર પોલીસ મથકની પી.સી.આર વાનનું લોકેશન મેળવી તેને ત્યાં જ ઉભી રખાવી વાનની તપાસ કરી હતી. સાથે જ પી.સી.આર વાનના માણસો પણ હાજર હતા. બીજી તરફ પી.સી.આર વાનમાં રાખવાના જરૂરી સાધનો પણ વાનમાંથી મળી આવ્યા હતા.
- માલવિયાનગરની પીસીઆર વાનની તપાસ બાદ પોલીસ કમિશનર કાલાવડ રોડ, કે.કે.વી. ચોક પાછળ બૂટલેગરોને ચેક કરવાની કાર્યવાહી પણ કરી હતી.
- રાજકોટમાં છેલ્લા થોડા સમયથી મોટી સંખ્યામાં દારૂનો મોટો જથ્થો પકડાઈ રહ્યો છે. આ મામલે પોલીસ પણ અલગ અલગ વિસ્તારોમાં ચેકિંગ કરી યોગ્ય કાર્યવાહી શરૂ કરી છે.
- અત્યાર ના સમય માં શહેરમાં અમુક બનાવો એવા બની રહ્યા છે, જેમાં પોલીસને પણ સતર્ક રહેવાની જરૂર બને છે ત્યારે હવે રાજકોટ પોલીસ કેટલી સતર્ક છે તેની ચકાચણી કરવા ખુદ પોલીસ કમિશનર રાત્રી ચેકિંગમાં નીકળ્યા હતા. તો બીજી તરફ પેલેસ રોડ પર બૂકાનીધારીઓએ એક રેસ્ટોરન્ટમાં તોડફાડ કરી હતી.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News