• અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન મોદીની સોમવારે અમદાવાદની મુલાકાતને લઇ આજથી પોલીસ બંદોબસ્ત શરૂ થઇ ગયો છે. બુધવારે મોડી સાંજ સુધીમાં બહારગામથી બંદોબસ્તમાં આવનારા પોલીસકર્મીઓ અમદાવાદ આવી પહોંચ્યા છે. બહારગામથી આવેલા પોલીસકર્મીઓને મોટેરા, સાબરમતી, એરપોર્ટની આસપાસ આવેલી વાડીઓ, મ્યુનિ કોમ્યુનિટી હોલ અને કેટલીક શાળાઓમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
  • જેથી 24 ફેબ્રુઆરી રાત સુધી તમામ પોલીસ બંદોબસ્તમાં રહેશે. બહારગામથી આવેલા પોલીસકર્મીઓના રહેવા અને જમવાની ખાસ વ્યવસ્થા અમદાવાદ પોલીસ તરફથી કરવામાં આવી છે. ચાર દિવસ માટે પોલીસકર્મીઓને બંદોબસ્તની જગ્યા પર જ ફૂડ પેકેટ ફાળવવામાં આવશે. 20000 જેટલા પોલીસકર્મીઓને આજથી બંદોબસ્તના પોઇન્ટ ફાળવી દેવામાં આવ્યા છે. 24મીએ આખો દિવસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. રોડ બંદોબસ્ત, એરપોર્ટ, મોટેરા સ્ટેડિયમ અને ગાંધીઆશ્રમમાં બંદોબસ્ત આજથી જ લાગુ કરી દેવાયો છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024