• કોંગ્રેસે આયોજન પંચના ભૂતપુર્વ ઉપાધ્યક્ષ મોન્ટેક સિંહ અહલુવાલિયાના ભૂતપુર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ અંગે કરવામાં આવેલા દાવાને નકારી દીધો છે. અહલુવાલિયાના મતે રાહુલ ગાંધી દ્વારા અધ્યાદેશ ફાડી નાંખ્યા બાદ મનમોહન સિંહે રાજીનામુ આપી દેવાની ઓફર કરી હતી. રાહુલ ગાંધી હંમેશા મનમોહન સિંહને તેમના ગુરુ માને છે. આ સંજોગોમાં તેમનો અનાદર કે અપમાન કરવાનો કોઈ જ પ્રશ્ન નથી. અહલુવાલિયાએ તેમના પુસ્તક બેકસ્ટેજઃ ધ સ્ટોરી બિહાઈન્ડ ઈન્ડિયા હાઈ ગ્રોથ ઈયર્સમાં સ્પષ્ટતા કરી હતી કે રાહુલ ગાંધી દ્વારા અધ્યાદેશ ફાડી નાંખવાના ઘટનાક્રમથી મનમોહન સિંહ ખૂબ જ દુખી હતા અને તે પ્રધાનમંત્રી પદ પરથી રાજીનામુ આપી દેવા ઈચ્છતા હતા.
  • સુરજેવાલાએ કહ્યું હતું કે અમે બંને થયેલી વાતચીતની જાણકારી નથી,રાહુલ ગાંધીએ મનમોહન સિંહને હંમેશા તેમના ગુરુ માને છે. રાહુલના દ્રષ્ટિકોણ અંગે તેમણે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટે હવે તમામ રાજકીય પક્ષોને નિર્દેશ આપ્યો કે ગુનાહિત પૃષ્ટભૂમિ ધરાવતા ઉમેદવારોની સંપૂર્ણ પ્રોફાઈલ પાર્ટીની વેબસાઈટ પર અપલોડ કરવામાં આવે. તે રાહુલના વલણની પુષ્ટિ કરે છે. જ્યારે પણ રાજકીય પક્ષ અધ્યાદેશ સાથે આગળ વધવા સહમત થાય થયા હતા ત્યારે રાહુલ ગાંધીએ તેને બદલવા પ્રયત્ન કર્યો હતો.
  • આઈએએનએસને આપવામાં આવેલા ઈન્ટરવ્યુમાં અહલુવાલીયાએ કહ્યું હતું કે રાહુલે તે સમયે કડક શબ્દનો ઉપયોગ કર્યો હતો. ભવિષ્યને જોતા મને લાગે છે કે સિંહે યોગ્ય નિર્ણલ લીધો હતો.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024