Rahul Gandhi

  • રાહુલ ગાંધી (Rahul Gandhi) એ ટ્વીટ કરતા કોરોના કાળમાં સરકારની ઉપલબ્ધીઓ ગણાવી અને BJP પર રાજસ્થાનની સરકાર પાડવાનો આરોપ લગાવ્યો છે.
  • કૉંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ અને નેતા Rahul Gandhi (રાહુલ ગાંધી)એ રાજસ્થાનમાં મચેલા રાજકીય ઘમાસાણ વચ્ચે પહેલીવાર આ મુદ્દા પર કોઈ સાર્વજનિક ટિપ્પણી કરી છે.
  • રાહુલ ગાંધીએ કહ્યું છે કે જુલાઈથી જ રાજસ્થાનની સરકાર પાડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો હતો.
  • તેમજ રાહુલ ગાંધીએ ટ્વીટ કરતા કહ્યું છે કે કોરોના વાયરસનાં કાળમાં મોદી સરકાર સતત કૉંગ્રેસની સરકાર પાડવા માટે કામ કરી રહી છે.

  • જો કે, રાજસ્થાનમાં મચેલી રાજકીય ઉથપ-પાથલ વચ્ચે કૉંગ્રેસમાં અનેક અજીબોગરીબ સ્થિતિ જોવા મળી રહી છે.
  • CM અશોક ગેહલોત એક તરફ જ્યાં સચિન પાયલટ અને તેમના સમર્થક 19 ધારાસભ્યો પર કાર્યવાહીનું મન બનાવી ચુક્યા છે, ત્યારે કૉંગ્રેસનાં અનેક વરિષ્ઠ નેતા હજુ પણ સચિન પાયલટને મનાવવામાં લાગ્યા છે.
  • તેમજ રાજસ્થાન કૉંગ્રેસમાં સ્થિતિ એ હદે બગડી ચુકી છે કે ગેહલોતે પાયલટને મંત્રીમંડળ અને પ્રદેશ અધ્યક્ષનાં પદેથી પણ હટાવી દીધા છે.
  • તદુપરાંત સચિન પાયલટ પર સરકાર પાડવાનાં આરોપ પણ લગાવી દીધા છે.
  • નોંધનીય છે કે સચિન પાયલટે હાઈકોર્ટ જવાની સાથે જ કૉંગ્રેસનાં ટૉપ લીડરશિપ સાથે સંપર્ક બનાવી રાખ્યો છે.
  • મળતી માહિતી મુજબ પાયલટે અયોગ્યતા નોટિસને હાઈકોર્ટમાં પડકારી છે.
  • પરંતુ આ સાથે જ પાર્ટીમાં પોતાની માંગો પૂર્ણ કરાવવાને લઇને પ્રિયંકા ગાંધી સાથે સતત સંપર્કમાં છે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024